sameer wankhede: વાનખેડે વિરુદ્ધ નવાબ મલિકની પુત્રી નીલોફરે ખોલ્યો મોરચો, ટ્વિટર પર શેર કર્યું લગ્નનું કાર્ડ અને સર્ટિફિકેટ – malik versus wankhede nilofer shared marriage card and serti on twitter

[ad_1]

હાઈલાઈટ્સ:

  • આર્યન ખાન ડ્ર્ગ્સ કેસની શરુઆતથી જ નવાબ મલિક સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે
  • કેસની શરુઆતમાં જ મહારાષ્ટ્રના મંત્રીએ સમીર વાનખેડેના અંગત જીવનના દસ્તાવેજ જાહેર કર્યા હતા
  • સમીર વાનખેડે અને મલિક વચ્ચે ચાલી રહેલી લડાઇમાં નવાબ મલિકની પુત્રી નીલોફરે એન્ટ્રી લીધી છે

મુંબઇઃ મુંબઇ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને કોર્ટ તરફથી રાહત આપવામાં આવી છે, પરંતુ આ કેસ ખુલતાંની સાથે જ એનસીબીના ઓફિસર સમીર વાનખેડે અને મહારાષ્ટ્ર્ના મંત્રી નવાબ મલિક વચ્ચે જંગ છેડાય ગઇ છે. નવાબ મલિક આ કેસની શરુઆતથી જ સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. જેની સામે સમીર વાનખેડે અને વાનખેડે પરિવાર પણ પ્રતિક્રિયા આપી રહ્યું છે. પરંતુ આ લડાઇમાં હવે નવાબ મલિકની પુત્રી નીલોફરે એન્ટ્રી લીધી છે. તેણે સમીર વાનખેડે વિરુદ્ધ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સમીર વાનખેડેના લગ્નનું કાર્ડ અને સર્ટિફિકેટ જગજાહેર કર્યું છે.

સમીર વાનખેડેની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એમના અંજત દસ્તાવેજો જાહેર કરતાં નીલોફરે લખ્યું છે કે, સમીર વાનખેડે અને તેમનું પરિવાર પૂરાવા હોવા છતાં ના પાડી રહ્યા છે. એવામાં બધા માટે અહીં એક પૂરાવો છે. આ છે સમીર દાઉદ વાનખેડેની લગ્નનું નિમંત્રણ કાર્ડ, જોકે આવા પૂરાવાને પણ વાનખેડે પરિવાર માનવાથી ઇનકાર કરી રહ્યું છે.

નીલોફર નવાબ મલિકે ટ્વિટર જે લગ્નનું કાર્ડ જાહેર કર્યું છે એમાં યુવતીનું નામ શબાના અને યુવકનું નામ સમીર લખ્યું છે. આ એક મુસ્લિમ લગ્નનું કાર્ડ છે. જેમાં સમીર વાનખેડેના પિતાનું નામ દાઉદ અને માતાનું નામ જહીદા વાનખેડે લખ્યું છે. નીલોફર મલિકે આ સાથે એક મેરિજ સર્ટિફિકેટ પણ શેર કર્યું છે. જેને લઇને તેણે દાવો કર્યો છે કે આ એનસીબી અધિકારી સમીર વાનખેડેનના લગ્નનું પ્રમાણપત્ર છે. જે બાંદ્રા મેરિજ રજિસ્ટ્રાર ઓફિસનું છે. સર્ટિમાં ત્રણ સાક્ષીઓની સહી પણ છે. લગ્ન કરનાર યુવકનું નામ સમીર વાનખેડે અને યુવતીનું ડો. શબાના કુરૈશી છે.

નીલોફર મલિકે આ ટ્વિટ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર તરફથી કરવામાં આવેલી પોસ્ટ વિરુદ્ધ છે જેમાં ક્રાંતિ રેડકરે 1985માં શાળામાં જમા કરવામાં આવેલા જન્મનું પ્રમાણપત્ર અને નવુ બર્થ સર્ટિ શેર કર્યું હતું.
BB 15: વાઈલ્ડ કાર્ડ તરીકેે એન્ટ્રી કરવા અંગે શિવિન નારંગે તોડ્યું મૌન, જણાવી હકીકતપબ્જી રમવાના ચક્કરમાં સ્કૂલમાં સાથે ભણતા બે મિત્રોના ટ્રેનની અડફેટે આવી જતાં મોતકોરોનામાં 5 વર્ષના બાળકે મા-બાપ ગુમાવ્યા, કસ્ટડી લેવા દાદા-નાનાનો હાઈકોર્ટમાં કાનૂની જંગ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *