sabarmati railway station: ટ્રેન પર ચડી વીડિયો ઉતારી રહ્યો હતો 17 વર્ષનો છોકરો, ઈલેક્ટ્રિક વાયરને અડકી જતાં થયું મોત – ahmedabad a boy touched electic vire while shooting video on train died on the spot

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સોશિયલ મીડિયા પાછળ ઘેલા થયેલા યુવાનો માટે લાલબતી સમાન કિસ્સો
  • ટ્રેન પર ચડીને વીડિયો શૂટ કરતી વખતે વાયરને અડકી જતાં છોકરાનું મોત
  • મૃત્યુ પામેલો છોકરો રાણીપમાં રહેતા માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો

અમદાવાદઃ ઓનલાઈન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શૂટ અને પોસ્ટ કરવાના ક્રેઝના કારણે સોમવારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 17 વર્ષના છોકરાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પ્રેમ પંચાલ નામનો છોકરો સાબરમતી યાર્ડમાં પાર્ક કરેલી ગુડ ટ્રેન પર ચડી ગયો હતો અને આકસ્મિક રીતે હાઈ-વોલ્ટેજ ઈલેક્ટ્રિસિટીને વાયરને અડી જતાં મૃત્યુ પામ્યો હતો.પ્રેમ પંચાલ

એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગનો સપાટો, કુલ 40 સ્થળોએ પાડ્યા દરોડા
ઓવરહેડ વાયરમાં 25000 વોલ્ટ વીજળીનું વહન થતું હતું. 12મા ધોરણમાં અભ્યાસ કરતો પ્રેમ પંચાલે જ્યારે વાયરને અડક્યો ત્યારે તે ફંગોળાયો હતો અને બેભાન થઈને જમીન પર પડ્યો હતો. સ્થાનિકો તરત જ તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, તેમ સાબરમતી રેલવે પોલીસે જણાવ્યું હતું.

ઘટના સવારે સાંજે બની હતી. પ્રેમ તેના માતા-પિતાનું એક માત્ર સંતાન હતું. તેના પિતા પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં કર્મચારી છે જ્યારે માતા ગૃહિણી છે.

ગઠિયાઓએ વેપારીને ચૂનો ચોપડ્યો, Paytmથી પેમેન્ટનો મેસેજ આવ્યો પણ રુપિયા ન આવ્યા
‘તેના દાદાએ કહ્યું હતું કે, પ્રેમનો મિત્ર સાંજે 4.30 કલાકે ઘરે આવ્યો હતો અને તેને તેની સાથે સ્કૂટર પર લઈ ગયો હતો. બાદમાં તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા’, તેમ પોલીસે જણાવ્યું હતું. પ્રેમ અન્ય કેટલાક છોકરાઓ સાથે શૂટિંગ કરી રહ્યો હશે, જેઓ ઘટના બાદ ભાગી ગયા હશે તેવી પોલીસને શંકા છે.

‘તેણે અગાઉ પણ રેલવે ટ્રેક પર વીડિયો બનાવ્યા હોવાનો ખુલાસો તેના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટ પરથી થાય છે. જો કે, આ વખતે તે વીડિયો શૂટ કરવા માટે ટ્રેન પર ચડ્યો હતો અને આ વખતે નસીબ તેની સાથે નહોતું. સ્ટંટ તેને જીવ ગુમાવવા જેટલો મોંઘો પડ્યો હતો. તે જ્યારે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે કોણ હતું તેની અમે તપાસ કરી રહ્યા છીએ’, તેમ પોલીસે જણાવ્યું હતું. સાબરમતી રેલવે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *