rss chief: ‘પાકિસ્તાન બન્યું કારણ કે આપણે ભૂલી ગયા કે આપણે હિંદુ છીએ’, ભાગલા પર બોલ્યા RSS પ્રમુખ – rss chief mohan bhagwat gave statment on partition of india

[ad_1]

હાઈલાઈટ્સ:

  • સંઘ પ્રમુખે કહ્યું કે, હિંદુ વગર ભારત નથી અને ભારત વગર હિંદુ નથી
  • પોતાને હિંદુ માનનારાની પહેલા શક્તિ ઘટી અને પછી સંખ્યા ઘટી
  • પરિણામે દેશના બાગલા પડ્યા અને પાકિસ્તાન ભારતમાં ના રહ્યું

ભોપાલઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે દેશના ભાગલા અને પાકિસ્તાનના ઉદભવને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે એક કાર્યક્રમને સંબોધતાં તેમણે કહ્યું કે, પાકિસ્તાન બન્યું કારણ કે આપણે ભૂલી ગયા કે આપણે હિંદુ છીએ. આ વાતને પાકિસ્તાનના મુસલમાન પણ ભૂલી ગયા.

ગ્વાલિયરમાં એક મીડિયા ગ્રુપના કાર્યક્રમને સંબોધન કરતાં આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું કે, હિંદુ વગર ભારત નથી અને ભારત વગર હિંદુ નથી. પોતાને હિંદુ માનનારાની પહેલા શક્તિ ઘટી અને પછી સંખ્યા ઘટી. જેના કારણે દેશના ભાગલા પડ્યા અને પાકિસ્તાન ભારતમાં ના રહ્યું.

મોહન ભાગવતે કહ્યું કે, આ હિંદુસ્તાન છે અને અહીં પરંપરાથી હિંદુ વસે છે. જે-જે વાતો હિંદુ કહે છે એ તમામ વાતોનો વિકાસ આ ભૂમિમાં થયો છે. ભારતની તમામ વાતો ભારતની ભૂમિ સાથે જોડાયેલી છે, એ સંયોગ નથી. સંઘ પ્રમુખે પોતાના નિવેદનમાં અશફાક ઉલ્લા ખાનની શહાદત અને રાણી લક્ષ્મીબાઇના સંઘર્ષને પણ યાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પણ સામેલ થયા હતા. મોહન ભાગવત શુક્રવારે રાતે અહીં પહોંચ્યા હતા. જે પછી શનિવારે બપોરે ગ્વાલિયરના કેદારપુર ધામમાં ચાર દિવસની ઘોષ શિબિરમાં લગાવેલી ઐતિહાસિક પ્રદર્શનને નિહાળ્યું હતું.

આ પહેલા 25 નવેમ્બરે,નોઇડા સ્થિત ભાઉરાવ દેવરસ સરસ્વ તી વિદ્યા મંદિરમાં યોજાયેલા પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પણ સંઘના પ્રમુખ મોહન ભાગવતે ભારત-પાકિસ્તાનના ભાગલાનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે, દેશનું વિભાજન ક્યારેય ખતમ ના થનારું દુખ છે, જેનો નિકાલ ત્યારે જ થશે જ્યારે વિભાજન ખતમ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાગલામાં સૌથી પહેલી બલિ માનવતાની ચડી હતી.ભાગલા કોઇ રાજકીય પ્રશ્ન નથી, પરંતુ અસ્તિત્વનો મુદ્દો છે. ભારતના ભાગલાનો પ્રસ્તાવ એટલા માટે સ્વીકારવામાં આવ્યો હતો, કારણ કે લોહીની નદીઓ ના વહે, પરંતુ એનાથી વિપરિત ત્યારથી અત્યાર સુધી વધુ લોહી વહી ચૂક્યું છે.
‘જય શ્રીરામ કહેવુ ખોટું નથી, પણ તેમની જેમ બનવું પણ જોઈએ’, મોહન ભાગવતે કહી મોટી વાતકરતારપુરમાં 73 વર્ષ પછી મળ્યા બે મિત્રો, ‘ભાગલા’એ કર્યા હતાં અલગપાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર, 11 વર્ષના છોકરાની જાતીય સતામણી બાદ નિર્મમ હત્યા

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *