[ad_1]
Manishkumar Kapadia | I am Gujarat | Updated: Dec 15, 2021, 8:41 PM
મેઘરજના ત્રણ ધૂતારા દાહોદના દંપતીને મળ્યા હતા. ઠગ ટોળકીએ દંપતીને નાણાં અને સોના-ચાંદીના દાગીના પર તંત્ર મંત્ર કરી 10 ઘણા કરી આપવાની લાલચ આપી હતી
હાઈલાઈટ્સ:
- દાહોદના દંપતીને નાણાં-દાગીના 10 ઘણા કરવાની લાલચ આપી લૂંટી લીધા
- નાણાં-દાગીના પર તંત્ર મંત્ર કરવાનું કહી દંપતીને જંગલમાં લઈ ગયા હતા
- તંત્ર મંત્ર કરવાનું નાટક કરીને દંપતીનો રૂ. 3.57 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા
બનાવની વિગત એવી છે કે, દાહોજ જિલ્લાના દંપતીને મેઘરજના ત્રણ ઠગ અચાનક મળી ગયા હતા. આ ઠગ ટોળકીએ દંપતીને વિશ્વાસમાં લઈને રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના 10 ઘણા કરી આપવાની લાલચ આપી હતી. તેઓએ દંપતીને કહ્યું કે, નાણાં અને દાગીના પર તંત્ર મંત્ર કરીને તેઓ 10 ઘણા કરી આપશે. આ લાલચમાં દંપતી આવી ગયું હતું. એ પછી ત્રણેય ઠગ દંપતીને લઈને નાથાવાસ ગામના જંગલોમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ઠગ ટોળકીએ નાણાં અને દાગીના પર તંત્ર મંત્ર કરવાનું નાટક કર્યું હતું. એ પછી ઠગ ટોળકી દંપતીના નાણાં અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 3.57 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ ગયા હતા.
આખરે ભોગ બનનારા દંપતીને સમજાયું કે તેઓ છેતરાયા છે. એટલે તેઓએ માલપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસવડાએ એલસીબીને તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ પોલીસની ટીમ આ ઠગ ટોળકીને ઝડપી પાડવા સક્રિય બની હતી. તપાસના ગણતરીનાં જ કલાકોમાં પોલીસની ટીમે ત્રણેય ઠગોને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે આરોપી ઠગ ટોળકી પાસેથી રૂપિયા 2.37 લાખનો મુદ્દામલ કબજે કરી જેલભેગા કરી દીધા હતા.
પોલીસે આરોપીઓને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે બે ઠગ રાજસ્થાનના બ્યાવરમાં બાલાજી મંદિર ખાતે છે. એ પછી પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી. જ્યાંથી બે ઠગને દબોચી લીધા હતા. જ્યારે ગેંગનો મુખ્ય સુત્રધાર મેઘરજ આજુબાજુ હોવાની જાણ થઈ હતી. એ પછી પોલીસે ઠગ ટોળકીના મુખ્ય સુત્રધારને પણ ઝડપી પાડ્યો હતો. આમ ત્રણેય આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા અને જેલભેગા થયા હતા. પોલીસે ઝડપેલા આરોપીઓમાં સાગરનાથ સમજુનાથ મદારી, કાળુ ઉર્ફે આકાશ બાબુનાથ મદારી અને લાડકનાથ સમજુનાથ મદારીનો સમાવેશ છે.
ડાયમંડ રિંગ ચોરી રહેલાં શખ્સને સેલ્સ ગર્લે આ રીતે પકડાવ્યો
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from I Am Gujarat, TIL Network
[ad_2]
Source link














Leave a Reply