road like katrina cheeks: રાજસ્થાનના મંત્રીએ એન્જિનિયરને કહ્યું, ‘કેરટિના કૈફના ગાલ જેવા રોડ બનાવો’ – rajasthan govt minister said to engineer to make road like katrina cheeks

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાજસ્થાનની અશોક ગહલોત સરકારના મંત્રીમંડળમાં હાલમાં જ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે
  • સ્થાનિકો કહ્યું કે હેમામાલિનીના ગાલ જેવા તો મંત્રીએ કહ્યું હેમામાલિનીની ઉંમર થઇ ગઇ છે, બીજુ નામ જણાવો
  • રાજ્ય સરકારમાં મંત્રી બન્યા પછી પહેલી વાર મંત્રી એમના વિધાનસભા ક્ષેત્રની મુલાકાતે આવ્યા હતા

જયપુરઃ રાજસ્થાનની અશોક ગહલોત સરકારના મંત્રીમંડળમાં હાલમાં જ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એવામાં પંચાયતી રાજ રાજ્ય મંત્રી બનેલા રાજેન્દ્ર ગુઢા એમના વિવાદાસ્પદ નિવેદનને લીધે ચર્ચાનો વિષય બની રહ્યા છે. ગહલોત સરકારમાં મંત્રી રાજેન્દ્ર ગુઢા મંત્રી બન્યા પછી પહેલી વાર પોતાના વિધાનસભા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા.

અહીં એમના સ્વાગત માટે આયોજન કરવામાં આવેલા કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે તેમણે આ અટપટુ નિવદેન આપ્યું હતું. તેમના સંબોધન દરમિયાન હાજર લોકોએ રોડ બનાવવાની માંગ કરી હતી, જેના જવાબમાં તેમણે જાહેર નિર્માણ વિભાગના ચીફ એન્જિનિયરને કહ્યું કે, એમના વિસ્તારમાં કેટરિના કૈફના ગાલ જેવા રોજ બનવા જોઇએ. ગહલોત સરકારમાં મંત્રીનું આ નિવેદન હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

માહિતી મુજબ, કાર્યક્રમ દરમિયાન ચીફ એન્જિનિયર રોડ બનાવવાના મુદ્દે વાત કરી રહ્યા હતા, એવામાં પબ્લિકમાંથી અવાજ આવ્યો કે, હેમામાલિનીના ગાલ જેવો. તો રાજ્ય મંત્રી રાજેન્દ્ર ગુઢાએ કહ્યું, હેમામાલિની ઉંમર થઇ ગઇ છે, કોઇ નવુ નામ બતાવો. જેની પર પબ્લિકે કેટરિના કૈફના નામની બૂમો પાડી હતી. એવામા પંચાયતી રાજ રાજ્ય મંત્રીએ એન્જિનિયરને કહ્યું કે કેટરિના કૈફના ગાલ જેવા રોડ બનાવજો. મંત્રીનું આ નિવેદન વિવાદનું કારણ બની રહ્યું છે.

હાલમાં રાજસ્થાનની સરકારમાં પંચાયતી રાજ રાજ્ય મંત્રી બનેલા રાજેન્દ્ર ગુઢાનું આ પ્રકારનું નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઇ રહ્યું છે અને લોકો એની પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
રાજસ્થાનમાં 11 કેબિનેટ અને 4 રાજ્ય મંત્રીઓએ લીધા શપથ, ગહલોત સરકારનું નવુ મંત્રીમંડળ તૈયારવિકી કૌશલ સાથે લગ્ન બાદ કેટરિના કૈફ લેશે મોટો નિર્ણય, ‘ટાઈગર 3’માં દેખાશે તેની અસર!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *