[ad_1]
હાઈલાઈટ્સ:
- કોટડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન ટ્રાફિક વચ્ચે એક મુસ્લિમ યુવાન બાઇક સ્પીડમાં ચલાવતો હતો.
- જેથી ગામના જ ભરત કાંતિલાલ નાયાણી નામના યુવાને તેને બાઇક ધીમી ચલાવવાનું કહેતા મામલો બીચક્યો.
- જેમાં બાઇક ચાલક યુવકે ભરતભાઇ પર કુહાડીથી હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કોટડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન વાહનોનો ટ્રાફિક વધુ હતો ત્યારે એક મુસ્લિમ યુવાન બાઇક સ્પીડમાં ચલાવતો હોવાથી ગામના ભરત કાંતિલાલ નાયાણી નામના યુવાને તેને બાઇક ધીમી ચલાવવાનું કહેતા મામલો બીચક્યો હતો. જેમાં બાઇક ચાલક યુવકે ભરતભાઇ પર કુહાડીથી હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડતા તેમનેે પ્રથમ સારવાર નખત્રાણા ખાતેની દેવાશીષ હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો હતો. હુમલાના બનાવથી કોટડા ગામના લોકો ભારે ઉશ્કેરાયા હતા. આખું ગામ મુખ્ય માર્ગ પર એકઠું થઇ ગયું હતું.
અરસપરસ ઝપાઝપી અને અફડાતફડી મચી ગઇ હતી. રોષીત લોકોએ ત્રણ કેબીન, એક ટ્રક તેમજ આરોપી શખ્સના મકાનના દરવાજાને આગ લગાડી પથ્થર મારો ચાલુ કરી દીધો હતો. ભારે તંગદીલી ભર્યા વાતાવરણથી પોલીસે તકેદારી પુરતો ભુજ-લખપત હાઇવે બન્ને સાઇડથી બંધ કરી દેતા વાહનોની કોટડાથી મથલ સુધીની લાઇન લાગી ગઇ હતી. પરિસ્થિતિને થાળે પાડવા પોલીસ અધિકારી કર્મચારીનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આ અંગે નખત્રાણા વિભાગના ડીવાએસપી યાદવનો સંપર્ક કરતાં તેમણે ઘટનાસ્થળેથી જણાવ્યું હતું કે, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા સાથે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઇ છે.
ઘટનાની જાણ થતાં એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે
હુમલાને પગલે બે જુથ વચ્ચે સર્જાયેલી તંગદિલી અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં વધુ કોઇ અનિચ્છનીય બનાવ ઉભો ન થાય તે માટે મોટી રાત્રે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંહ સ્થળ પર ધસી ગયા હતા.
[ad_2]
Source link














Leave a Reply