RIL share analysis: આ વર્ષે 50% પ્રોફિટ કમાવી આપનારો Relianceનો શેર 2022માં કેટલી કમાણી કરાવી શકે? – icici direct predicts reliance industries target price for 2022

[ad_1]

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ્સ સિવાયના બિઝનેસમાં પણ ખૂબ જ વિસ્તાર કરી રહી છે. ખાસ કરીને ટેલીકોમ, રિટેઈલ બાદ હવે કંપની ગ્રીન એનર્જીમાં પણ મોટાપાયે ઝંપલાવવાની તૈયારીમાં છે. તેવામાં 2022માં તેના શેરમાં કેટલું રિટર્ન મળી શકે છે તે અંગે ICICI ડાયરેક્ટ દ્વારા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Stock ideas for 2022: નવા વર્ષમાં કઈ બેંકોના શેર્સમાં છે કમાણીના ચાન્સ?
2021માં રિલાયન્સના શેરે કરેલા પર્ફોમન્સની વાત કરીએ તો, તેણે 52 વીકમાં 1830 રુપિયાના લૉથી લઈને 2750 રુપિયાના હાઈ સુધીની સફર કરી છે. આમ, લૉથી હાઈ સુધીના વધારાને ગણતરીમાં લઈએ તો 50 ટકા જેટલું વળતર આપ્યું છે, જે સેન્સેક્સ અને નિફ્ટીએ આપેલા વળતરથી ઘણું વધારે થાય છે. હજુ આ સપ્તાહે જ શેરબજારમાં સોમવારે જોરદાર કડાકો જોવા મળ્યો હતો. તે વખતે રિલાયન્સનો શેર 2255 રુપિયાના સ્તર સુધી પહોંચી ગયો હતો. જોકે, ત્યાંથી તેણે ખાસ્સી રિકવરી દર્શાવી છે. શુક્રવારે માર્કેટ બંધ થયું ત્યારે આ શેર 2364 રુપિયાના સ્તર પર હતો. હાલ રિલાયન્સનો શેર 47.11ના પીઈ અને 3.29ના પીબી તેમજ 6.98ના ROE પર ટ્રેડ થઈ રહ્યો છે.

જે કંપનીના IPOને લોકોએ ખાસ ભાવ ના આપ્યો તેનો શેર 8 મહિનામાં 170% વધ્યો
ICICI ડાયરેક્ટના મતાનુસાર રિલાયન્સનો શેર 2022માં રોકાણકારોને સારું વળતર આપે તેવી શક્યતા છે. બ્રોકરેજ ફર્મનું અનુમાન છે કે, આ શેર એક વર્ષના ગાળામાં 2960 રુપિયાના સ્તર સુધી પહોંચી શકે છે. 24 ડિસેમ્બરે આ શેર 2364 રુપિયાના ભાવે બંધ થયો હતો. જો તેના આધારે ગણતરી માંડીએ તો પણ એક વર્ષના ગાળામાં રિલાયન્સનો શેર 25 ટકા જેટલું વળતર આપી શકે છે. આમ, એક વર્ષ જેટલી લોંગ ટર્મમાં રોકાણ કરવા માગતા રોકાણકારો રિલાયન્સના શેરમાં નવી ખરીદી કરી શકે છે.

બહુ ગાજેલા Latent Viewના શેરમાં 34%નું કરેક્શન, શું હાલ નવી ખરીદી કરી શકાય?
રિલાયન્સના સપ્ટેમ્બર ક્વાર્ટરના પર્ફોમન્સ પર નજર નાખીએ તો, કંપનીએ 1,78,328 કરોડ રુપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે ગત ક્વાર્ટર કરતાં 20.01 ટકા વધારે, જ્યારે 2020ના સમાન ક્વાર્ટરની સરખામણીએ 48.06 ટકા વધારે થાય છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સે 15,440 કરોડ રુપિયા કરવેરા બાદનો ચોખ્ખો નફો કર્યો છે. તાજા આંકડા અનુસાર, કંપનીમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ 50.61 ટકા જેટલું થાય છે, જ્યારે FII તેમાં 27.68 ટકા અને DII 10.93 ટકા જેટલું હોલ્ડિંગ ધરાવે છે.

Disclaimer: ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. શેર અંગેના જે-તે અંદાજ બ્રોકરેજ ફર્મ દ્વારા કરવામાં આવ્યા છે, જેની સાથે IamGujarat.comને કોઈ લેવા-દેવા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *