[ad_1]
હાઈલાઈટ્સ:
- આ દુર્ઘટનામાં ત્રણેય સેનાઓની તપાસ રિપોર્ટ સાત દિવસમાં સોંપવામાં આવે એવી સંભાવના છે
- દુર્ઘટનાના તમામ પાંસાઓની સઘન તપાસ એરફોર્સ હેડક્વાર્ટરને સોંપવામાં આવી શકે છે
- તપાસ કાયદાકીય નિયમોની હદમાં રહીને થયું છે કે નહીં! ખાતરી બાદ રિપોર્ટ સોંપાશે
માહિતી મુજબ દેશને અંદરથી હલાવી નાંખનાર આ દુર્ઘટનાની તપાસ સમાપ્ત થવા આવી છે અને સંભવત રિપોર્ટ આગામી અઠવાડિયે સોંપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં તપાસ ટીમે દુર્ઘટના માટે જવાબાદાર સંભવિત માનવીય ભૂલ સહિત તમામ સંભાવવાનો જેમ કે કાવતરું કે ટેકનિકલ ખામી જેવા તમામ પાંસાઓની સઘન તપાસ કરી છે. નિષ્ણાંતોએ એવી તપાસ પણ કરી છે કે આ દુર્ઘટના, જ્યારે હેલિકોપ્ટર ઉતરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે પાયલોટ્સને દિશાભ્રમ થયાનો મામલો તો નથી?
માહિતી મુજબ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના પરિણામ અને એના દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિની કાયદેસરની તપાસ કરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ તપાસ નક્કી કરેલા નિયમો મુજબ થઇ છે કે નહીં એ ચકાસવાનો છે.
આ દુર્ઘટનાના સંભવિત કારણો વિશે પૂછવા પર કેટલાક નિષ્ણાંતોનું કહેવુ છે કે, ઘણીવાર પાયલોટ દિશાભ્રમ થવાને કારણે આવી હોનારત થાય છે.
કેટલાક નિષ્ણાંત એમ પણ માને છે કે મોસમ ખરાબ હોવાને લીધે આી ગંભીર દુર્ઘટના ઘટે છે. આ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાલમાં એનું અંતિમ રુપ લઇ રહ્યો છે. આ રિપોર્ટ સાત દિવસમાં એરફોર્સના પ્રમુખ એર ચીફ માર્શલ વી આર ચૌધરીને સોંપવાની સંભાવના છે. જોકે રિપોર્ટને લઇને કોઇપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
[ad_2]
Source link