religious conversion: ભરૂચ જિલ્લામાં 100 હિંદુઓનું ધર્મપરિવર્તન કરાવાયાનો આરોપ, 9 સામે ફરિયાદ – illegal religious conversion in bharuch district, fir against 9 persons

[ad_1]

હાઈલાઈટ્સ:

  • આમોદ તાલુકાના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને ગેરકાયદે મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયાની ફરિયાદ.
  • આ મામલે યુકેના ફેફડાવાલા હાજી અબ્દુલ અને મૌલવી સહિત 9 સામે ગુનો નોંધાયો.
  • ફેફડાવાલાની અગાઉ ઉત્તરપ્રદેશ અને વડોદરામં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી હતી.

સુરત: ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવાયાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે યુકેના ફેફડાવાલા હાજી અબ્દુલ અને મૌલવી સહિત 9 સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ, વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિંદુઓને આર્થિક લાલચ આપી મુસ્લિમ ધર્મમાં સમાવેશ કરવાનું વ્યવસ્થિત નેટવર્ક ચલાવાય છે. ફરિયાદમાં જણાવાયું છે કે, કાંકરિયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદે ધર્મપરિવર્તન થઈ રહ્યું હતું અને તેના માટે વિદેશથી ફંડ આવતું હતું.

આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરના અને હાલ લંડનમાં રહેતા ફેફડાવાલ હાજી અબ્દુલની સંડોવણી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અગાઉ ઉત્તરપ્રદેશ અને વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી હતી.
આપઘાત કરનારી નવસારીની યુવતીના પોસ્ટમોર્ટમમાં દુષ્કર્મ અંગે મોટો ખુલાસો
એક જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ સમગ્ર નેટવર્ક બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું કે, ધર્મ પરિવર્તન માટે સરકારના નિયમોનું પાલન થયું ન હોવાથી હિંદુઓને મુસ્લિમ બનાવનારા શખસો સામે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલાની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપાઈ છે.

ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, કાંકરિયા ગામના પ્રવીણ વસંત વસાવા અને તેની સાથેના અન્ય લોકોને હિંદુ ધર્મ ન પાળવા ધમકી અપાતી હતી. ફરિયાદમાં એવો આરોપ પણ મૂકાયો છે કે, આ શખસોએ તેમની ઓળખાણ કાશ્મીરથી પાકિસ્તાન સુધી હોવાનું કહીને મારી નાખવાની ધમકી આપી હતી.
રમવાની ઉંમરે સુરતની બે બહેનપણીઓ દીક્ષા લેશે, કહ્યું- ‘સાચી ખુશી સાધુ જીવનમાં મળી’
આ મામલે શબ્બીર બેકરીવાલા (રહે. આમોદ), સમજ બેકરીવાલા( રહે. આમોદ), અબ્દુલ અઝીઝ પટેલ (રહે. કાંકરિયા), યુસુફ જીવણ પટલ (રહે. કાંકરિયા), ઐયુબ બરકત પટેલ (રહે. કાંકરિયા), ફેફડાવાલા હાજી અબ્દુલ્લા (રહે. હાલ લંડન), હશન ટીસલી (રહે. આછોદ) અને મૌલવી ઈસ્માીલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા (રહે. આછોદ)ની સામે ફરિયાદ નોંધાઈ છે.

યુપીના બહુચર્ચિત ધર્માંતર કેસની તપાસ દરમિયાન હવાલા કાંડમાં યુકેના ફેફડાવાલાનું નામ બહાર આવ્યું હતું અને આ મામલે તેને સમન્સ પણ મોકલાયું હતું .હવે આમોદના ધર્મ પરિવર્તનના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું છે. યુપીના કેસમાં ઉમર ગૌતમ અને ફંડિગ કરનારા વડોદરાના આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન સામે વડોદરામાં ગુનો નોધાયો હતો. જેની તપાસ દરમિયાન આફમી ટ્રસ્ટને દુબઈથી 60 કરોડ હવાલા મારફતે તેમજ 19 કરોડ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ હેઠળ મળ્યા હોવાની વિગતો બહાર આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, નબીપુરના વતની અને યુકેમાં મજલિસ-એ-અલફલાહ ટ્રસ્ટ ચલાવતા અબ્દુલ્લા ફેફડાવાલાએ ડોનેશન ઉઘરાવીને મોકલ્યું હતું.

અમદાવાદના રસ્તા પરથી ઈંડા, નોનવેજની લારીઓ હટાવવાનું શરુ કરાયું

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *