[ad_1]
હાઈલાઈટ્સ:
- અનલિમિટેડ પ્લાન્સમાં સામેલ 129 રુપિયાવાળો ટેરિફ પ્લાન હવે 155 રુપિયામાં પડશે
- કંપનીએ એના Data Add-on પ્લાનની કિંમત પણ વધારી દીધી છે
- 365 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં સૌથી વધુ 480 રુપિયાનો વધારો ઝીંક્યો છે
સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ Jioએ આ અંગે જાહેરાત કરી દીધી છે. જે મુજબ નવા ટેરિફ પ્લાન પહેલી ડિસેમ્બરથી લાગુ કરી દેવામાં આવશે. જોકે વધારા કર્યા પછી કંપની એવો દાવો કરી રહી છે કે, ઇન્ડસ્ટ્રીમાં એના પ્લાન સૌથી સસ્તા છે.
Reliance Jioએ એના પ્લાન્સમાં 16 થી લઇને 480 રુપિયા સુધીનો વધારો કર્યો છે. JioPhone માટે લાવવામાં આવેલો જૂનો 75 રુપિયાના પ્લાનની કિંમત હવે 91 રુપિયા થઇ ગઇ છે. અનલિમિટેડ પ્લાન્સમાં સામેલ 129 રુપિયાવાળો ટેરિફ પ્લાન હવે 155 રુપિયામાં પડશે. કંપનીએ એના Data Add-on પ્લાનની કિંમત પણ વધારી દીધી છે. 6GB વાળો 51 રુપિયાનો પ્લાન હવે 61 રુપિયે, 12GBવાળા 101 રુપિયાવાળો પ્લાન હવે 121 રુપિયે ખરીદવો પડશે. 50GBવાળા પ્લાનમાં પણ 50 રુપિયા વધારીને 301 રુપિયા કરી દેવામાં આવ્યા છે.
આ પૈકી કંપનીએ 365 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં સૌથી વધુ 480 રુપિયાનો વધારો ઝીંક્યો છે. હાલમાં આ પ્લાનની કિંમત 2399 રુપિયા છે જે પહેલી ડિસેમ્બરથી 2879 રુપિયા થઇ જશે. આ પ્લાનમાં Jioના ગ્રાહકોને 2GB ડેટા પ્રતિ દિવસ, અનલિમિટેડ વોઇસ કોલ અને રોજના 100 એસએમએસ મળે છે.
[ad_2]
Source link
















Leave a Reply