[ad_1]
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ ન્યુ એનર્જી સોલારે જાહેરાત કરી કે તેણે એનર્જી કંપની ફેરાડિયન લિમિટેડમાં 100 ટકા કન્ટ્રોલિંગ હિસ્સો હસ્તગત કર્યો છે. આ કંપની યુનાઈટેડ કિંગ્ડમમાં ઓક્સફોર્ડ અને શેફિલ્ડમાં સ્થિત છે.
ફેરાડિયનની સોડિયમ-આયન ટેક્નોલોજી વૈકલ્પિક બેટરી ટેક્નોલોજી, ખાસ કરીને લિથિયમ-આયન અને લીડ-એસિડની સરખામણીમાં નોંધપાત્ર ફાયદાઓ પ્રદાન કરે છે, જેમાં ટકાઉ, પેટન્ટેડ શૂન્ય-વોલ્ટ સલામત પરિવહન અને સંગ્રહ, ઓછી કિંમત અને ઝડપી ચાર્જ ક્ષમતાનો સમાવેશ થાય છે. આ બધી ખાસિયતો ભેગી થઈને નેક્સ્ટ-જનરેશન માટે તે હાઈ ડેન્સિટી, સેફ, સસ્ટેનેબલ અને ઓછી કિંમતની એનર્જી સ્ટોરેજ ટેક્નોલોજી સોલ્યુશન પુરૂ પાડે છે.
પોલિસી બઝારઃ આ વીમા કંપનીએ FY22 અને FY23 દરમિયાન સબસિડિયરી પોલિસીબજાર ઈન્સ્યોરન્સ બ્રોકર્સ પ્રાઈવેટ લિમિટેડમાં એક અથવા વધુ તબક્કામાં રૂ. 700 કરોડ સુધીના રોકાણને મંજૂરી આપી હતી અને પેટા પૈસાબજાર માર્કેટિંગ અને કન્સલ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડમાં પણ રૂ. 299.99 કરોડનું રોકાણ મંજૂર કર્યું હતું. બંને કંપનીઓના વર્તમાન રોકાણો તેમની ફાઈનાન્સિયલ હેલ્થ વધારવા અને સામાન્ય સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે કરે છે. શુક્રવારના સેશનમાં કંપનીના સ્ટોકમાં 5 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
52 વીક હાઈ સ્ટોક્સઃ બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સ પર સન ફાર્માનો સ્ટોક્સ શુક્રવારે હાઈ રહ્યો હતો. હવે 3 જાન્યુઆરી 2022ના રોજ સોમવારે આ સ્ટોક્સ પર નજર રહેશે.
Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
[ad_2]
Source link















