[ad_1]
હાઈલાઈટ્સ:
- રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં વેઈટરના ભગવા ડ્રેસકોડનો વિરોધ
- ઉજ્જૈનના સાધુ-સંતોએ કહ્યું કે, આ હિંદુ ધર્મનું અપમાન છે
- ડ્રેસ કોડ બદલવામાં નહીં આવે તો 12 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં ટ્રેનને રોકવામાં આવશે
ઉજ્જૈનના અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી અવધેશ પુરીએ કહ્યું કે, અમે બે દિવસ પહેલાં જ કેન્દ્રીય રેલ મંત્રીને પત્ર લખીને રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં વેઈટર દ્વારા ભગવા ડ્રેસમાં ભોજપ પરોસવા સામે અમે વિરોધ નોંધાવ્યો છે. સાધુ-સંતો જેવાં ભગવા કપડાં પહેરીને અને રુદ્રાક્ષની માળા પહેરીને આ ટ્રેનમાં વેઈટર યાત્રીઓને ભોજન પરોસશે, જે હિંદુ ધર્મ અને તેના સંતોનું અપમાન છે.
આ સાથે અવધેશ પુરીએ ધમકી આપતાં કહ્યું કે, જો વેઈટરનો ભગવો ડ્રેસ બદલવામાં નહીં આવે તો દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશન પર સાધુ-સંત આ ટ્રેનને 12 ડિસેમ્બરના રોજ રોકશે. સાધુ અને સંતો રેલવેના પાટાઓ પર બેસશે. હિંદુ ધર્મની રક્ષા માટે આ જરૂરી છે. આ ઉપરાંત તેઓએ ઉજ્જૈનમાં આ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે. ઉજ્જૈન શહેરમાં ભગવાન શિવનું શ્રી મહાકાલેશ્વર મંદિર છે, અને અહીં દર 12 વર્ષમાં સિંહસ્થ કુંભ મેળાનું આયોજન થાય છે.
રામાયણ એક્સપ્રેસ ટ્રેન ભગવાન રામના જીવન સાથે જોડાયેલ 15 સ્થાનો પર મુસાફરી કરાવે છે. અને દેશની પ્રથમ રામાયણ સર્કિટ ટ્રેન 7 નવેમ્બરના રોજ સફદરગંજ રેલવે સ્ટેશનથી તીર્થયાત્રીઓને લઈને 17 દિવસની સફર પર રવાના થઈ હતી. આ ટ્રેન 75 હજાર કિલોમીટરથી વધારેનું અંતર કાપીને તીર્થયાત્રીઓને અયોધ્યા, પ્રયાગ, નંદીગ્રામ, જનકપુર, ચિત્રકૂટ, સીતામઢી, નાસિક, હમ્પી અને રામેશ્વરમ જેવા સ્થાનો પર લઈ જશે. આ ઉપરાંત રામાયણ એક્સપ્રેસને ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવી છે.
[ad_2]
Source link
Leave a Reply