punjab: પંજાબ: લુધિયાણાની કોર્ટમાં થયેલા બોંબ વિસ્ફોટમાં પાકિસ્તાનનું કનેક્શન હોવાની આશંકા – punjab: suspicion of pakistan connection in ludhiana district court blast

[ad_1]

હાઈલાઈટ્સ:

  • લુધિયાણા જિલ્લા કોર્ટના બીજા માળે વોશરૂમમાં થયો હતો બ્લાસ્ટ.
  • આ બ્લાસ્ટમાં પાકિસ્તાન સ્થિત ખાલીસ્તાની ગ્રુપનો હાથ હોવાની આશંકા.
  • આ બ્લાસ્ટમાં આઈઈડીનો ઉપયોગ થયાની પોલીસે શંકા વ્યક્ત કરી હતી.

લુધિયાણા: પંજાબની લુધિયાણા જિલ્લા કોર્ટના વોશરૂમમાં ગુરુવારે બપોરે વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થઈ ગયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. કેન્દ્ર સરકારે પંજાબ સરકાર પાસે આ મામલે રિપોર્ટ માગ્યો છે અને સાથે જ કેન્દ્રીય ગુપ્તચર અને તપાસ એજન્સીઓને પણ પોતાનો રિપોર્ટ આપવા કહ્યું છે. આ મામલે હવે ખાલિસ્તાની ગ્રુપનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે, લુધિયાણા બ્લાસ્ટમાં પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની ગ્રુપ સામેલ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે પંજાબની લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટ પર વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પત્રમાં પંજાબ સરકારને ઘટનાની વિગત આપતો રિપોર્ટ શક્ય તેટલો જલદી મોકલવા કહ્યું છે. સૂત્રો મુજબ, પોલીસને શંકા છે કે, આ આઈઈડી બ્લાસ્ટ હોઈ શકે છે. પ્રાથમિક રીતે કહેવાઈ રહ્યું છે કે, વિસ્ફોટમાં જે વ્યક્તિના ચિથડાં ઊડી ગયા તે જ શંકાસ્પદ હોઈ શકે છે.
ઓમિક્રોન: દેશના 91% દર્દી ફુલ્લી વેક્સિનેટેડ, 70%માં કોઈ લક્ષણ નથી
દરમિયાનમાં દેશના ચીફ જસ્ટીસ એન વી રમન્નાએ લુધિયાણા જિલ્લા કોર્ટ પરિસરમાં થયેલા બોંબ વિસ્ફોટ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને જણાવ્યું કે, દેશભરમાં વારંવાર આવી ઘટનાઓ બનવી ‘ચિંતાજનક ટ્રેન્ડ’ છે. તેમણે આશા વ્યક્ત કરી કે, કોર્ટ પરિસર અને તેની સાથે જોડાયેલા બધા પક્ષોની સુરક્ષા પર જરૂરી ધ્યાન આપવામાં આવશે.

આ ઘટના પર પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો પંજાબમાં અશાંતિ ફેલાવવા ઈચ્છે છે. સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ છે.
રામ મંદિરના ચુકાદા બાદ અયોધ્યામાં ગેરરીતિ આચરી જમીનોના સોદા થયાનો આક્ષેપ
લુધિયાણા જિલ્લા કોર્ટના પરિસરમાં થયેલો આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે, બ્લાસ્ટમાં વોશરૂમની દીવાલ ઉડી ગઈ હતી અને પરિસરમાં ઊભેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. આ વિસ્ફોટ કોર્ટ બિલ્ડિંગના બીજા માળે આવેલા વોશરૂમમાં થયો હતો. જે સમયે વિસ્ફોટ થયો ત્યારે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. સીએમ ચન્નીએ કહ્યું કે, આ મામલે જે દોષી જણાશે, તેમને છોડવામાં નહીં આવે.

Stock tips for 2022: નવા વર્ષમાં કયા પાંચ બેંક શેર્સ પર લગાવશો દાવ?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *