સુરત,
વેસુ સ્થિત શ્રાવસ્તિ બંગલામાં શ્રેષ્ઠિ શ્રી પ્રવિણભાઇ (માલવાડાવાળા)ના સંભવનાથ ગૃહ જિનાલયમાં પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજની પાવન નિશ્રામાં વિશિષ્ટ ઔષધિઓ દ્વારા અઢાર અભિષેકનું અપૂર્વ અનુષ્ઠાન શાસ્ત્રોકત પવિત્ર મંત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ દરમ્યાન જાણતાં કે અજાણતાં આપણા દ્વારા કોઇ અવિધિ કે આશાતના આપણા દ્વારા પ્રભુની કે મંદિરની થઇ ગઇ હોય તો તેના નિવારણ માટે અભિષેકનું વિધાન શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. પરિવારજનોઍ હૃદયના ભારે હર્ષોલ્લાસપૂર્વક આ અભિષેક કર્યા હતા. પૂ.પંન્યાસ શ્રી પદ્મદર્શનજી મહારાજે વિશિષ્ટ કોટીની મુદ્રાઓ પ્રભુને બતાડી હતી. મોટી શાંતિ બોલવા દ્વારા સમગ્ર વિશ્વની પ્રજા માટે શાતા, શાંતિ અને સમાધિ માટે પરમાત્માની સમક્ષ પ્રાર્થના કરાઇ હતી.
વેસુ સ્થિત આ. ઓમકારસૂરિજી આરાધના ભવનમાં પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શનજી મહારાજે અરિહંત પરમાત્માના આર્હન્ત્ય અંગે પ્રકાશ પાથરતાં કહ્નાં હતું કે, સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠતમ પુણ્ય માત્ર તીથ*કરોનું જ હોય છે. પ્રભુના પુણ્યની સામે વિશ્વની તમામ મહાસત્તાઓ ઝાંખી પડે છે. પ્રભુના લોકોત્તર પુણ્યના મૂળમાં પ્રભુનું વિશિષ્ટ ચારિત્ર છે. પ્રભુના અવ્વલ કક્ષાના ચારિત્રથી જ પુણ્યનો પ્રકર્ષ જાવા મળે છે. માતાના ગર્ભમાં આવતાં જ અખુટ વૈભવના સ્વામી ઇન્દ્રમહારાજાનું વિમાન ધ્રુજી ઉઠે છે. પ્રભુની પવિત્ર ઊર્જા ઇન્દ્રના સિંહાસનને ચલાયમાન કરી દે છે. ૬૪ ઇન્દ્રો મેરૂ પર્વત ઉપર પ્રભુનો જન્માભિષેક કરે છે. જન્મથી જ પ્રભુના શરીરમાં કોઇપણ જાતનો રોગ, મેલ કે પરસેવો પણ થતો નથી. આ પ્રભુનો શ્રેષ્ઠ અતિશય છે. પરમાત્મા અચિન્ત્ય ચિંતામણી રત્ન તુલ્ય છે. ચિંતામણી રત્ન તો માંગો તેજ આપે છે. તે પણ લૌકિક જગતની સમૃદ્ધિ આપે છે. પરમાત્મા તો મોક્ષ સુધીના અનંત સુખને આપનારા છે. દુન્યવી શ્રીમંતોના ચરણો ચુમવાનું બાજુઍ મૂકી પ્રભુનું શરણું સ્વીકારી અનંતકાળ સુધી અનંત સુખની પ્રા થાય ઍ માટે સંકલ્પબદ્ધ થવું જાઇઍ. પ્રભુ સંસાર સમુદ્રથી પાર ઉતારનારા નૌકા સમાન છે. ચાર ગતિનો અંત કરી મુકિતની મંઝિલે લઇ જનારા છે.
પૂ.પં. શ્રી પદ્મદર્શનવિજયજીની પાવન નિશ્રામાં વિશિષ્ટ ઔષધિઓ દ્વારા અઢાર અભિષેકનું અપૂર્વ અનુષ્ઠાન શાસ્ત્રોકત પવિત્ર મંત્રો દ્વારા કરવામાં આવ્યું

Leave a Reply