Priya Ahuja: 10મી એનિવર્સરી પર ‘તારક મહેતા…’ની એક્ટ્રેસે ફરી પતિ સાથે લગ્ન કર્યા, ‘જેઠાલાલે’ આપ્યા આશીર્વાદ – actress priya ahuja and malav rajda ties knot again on 10th anniversary tmkoc team attends wedding

[ad_1]

હાઈલાઈટ્સ:

  • માલવ રાજદા અને પ્રિયા આહુજાનો બે વર્ષનો દીકરો છે અરદાસ.
  • અરદાસે હલદી સેરેમનીમાં મમ્મી-પપ્પાને પીઠી લગાવી હતી.
  • સોનુનો રોલ કરતી એક્ટ્રેસ પલકે માલવ-પ્રિયાના છેડાછેડી બાંધ્યા હતા.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની એક્ટ્રેસ પ્રિયા આહુજા અને શોના ડાયરેક્ટર માલવ રાજદાએ 10મી વેડિંગ એનિવર્સરી પર ફરીથી લગ્ન કર્યા છે. 19 નવેમ્બરે પ્રિયા અને માલવની 10મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રિયા અને માલવે બધા જ રિવાજો સાથે ફરીથી લગ્ન કર્યા હતા. મહેંદી, સંગીત અને લગ્ન મુંબઈની એક હોટેલમાં યોજાયા હતા. માલવ-પ્રિયાના લગ્નમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આખી ટીમ ઉપરાંત પરિવારજનો અને મિત્રો હાજર રહ્યા હતા.

‘યે રિશ્તા…’ છોડ્યા બાદ હવે જાણીતા શોમાં એન્ટ્રી કરશે શિવાંગી જોશી, જલદી શરૂ કરશે શૂટિંગ

priya malav mrg

પ્રિયા સાથેની પોતાની રિલેશનશીપ વિશે વાત કરતાં માલવે ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું હતું કે, “લગ્નના દસ વર્ષમાં અમારી મિત્રતામાં ખાસ પરિવર્તન આવ્યું નથી. અમે આજે પણ એકબીજાના બેસ્ટફ્રેન્ડ છીએ. પ્રિયા મારા માટે પઝેસિવ નથી કે ક્યારેય મારા પ્રેમ પર શંકા નથી કરતી. અમારું કામ એવું છે કે ઘણાં કલાકો માગી લે છે અને આ બાબત કોઈપણ સંબંધને હલાવી નાખવા પૂરતી છે. પરંતુ મને લાગે છે કે જે રીતે અમે એકબીજાની મજાક કરી છીએ અને વાત કરીએ છે તે જ અમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ ભાગ છે.”

priya malav mrg1

પ્રિયા અને માલવના લગ્નમાં ટીવી ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારો ઉપરાંત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જોષી, અંજલી ભાભીનો રોલ કરતી એક્ટ્રેસ સુનૈના ફોજદાર, સોનુનો રોલ કરતી પલક સિદ્ધવાની, ગોલીનો રોલ કરતો કુશ શાહ સહિતના કલાકારો હાજર રહ્યા હતા. તસવીરમાં દિલીપ જોષી માલવ-પ્રિયાને શુભેચ્છા આપતાં જોવા મળે છે.

priya malav mrg2

પલક સિદ્ધવાનીને માલવ રાજદા અને પ્રિયા આહુજા સાથે ગાઢ સંબંધો છે. ત્યારે તેણે જ લગ્ન દરમિયાન માલવ અને પ્રિયાનું ગઠબંધન કર્યું હતું. માલવ અને પ્રિયાએ લગ્નમાં બ્લૂ અને ઓફ વ્હાઈટ રંગના કોમ્બિનેશનના આઉટફિટ પહેર્યા હતા.

priya malav mrg3

એક્ટ્રેસ નિધિ ભાનુશાળી એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની જૂની સોનુ પણ માલવ-પ્રિયાના લગ્નમાં હાજર રહી હતી. નિધિ અને કુશ શાહ (ગોલી)ને માલવ અને પ્રિયા પોતાના સંતાનો માને છે. તેઓ ખૂબ સારા મિત્રો પણ છે ત્યારે લગ્નમાં તેમણે ખૂબ મસ્તી કરી હતી. કુશ ઓફ વ્હાઈટ રંગની શેરવાનીમાં હતો જ્યારે નિધિ લાઈટ બ્લૂ રંગના લહેંગામાં ખૂબસૂરત લાગતી હતી.

priya malav mrg4

માલવ અને પ્રિયાનો દીકરો અરદાસ પણ લગ્નમાં સામેલ થયો હતો. ત્યારે પ્રિયાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “અરદાસે અમારી બંને સાથે કલર કો-ઓર્ડિનેટિંગ આઉટફિટ પહેર્યા હતા.” માલવ સાથેના સંબંધ વિશે વાત કરતાં એક્ટ્રેસે ઉમેર્યું કે, “અમે એકબીજાને ખૂબ સારી રીતે સમજીએ છીએ અને એકબીજાને સ્પેસ આપીએ છીએ. મને લાગી છે અમારા વચ્ચેની મિત્રતા જ અમારા સંબંધમાં જળવાઈ રહેલી સમજણ અને પ્રેમનું કારણ છે.”

Bigg Boss 15માં શમિતા શેટ્ટીના કમબેક માટે રાકેશ બાપટ ઉત્સુક, ટ્રોફી જીતશે તેવો વિશ્વાસ

priya malav mrg5

10મી એનિવર્સરી પર ધમાકેદાર પાર્ટી કરવાના બદલે કપલે ફરી લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું તે વિશે વાત કરતાં પ્રિયાએ કહ્યું, “લોકો મુશ્કેલ સમયમાંથી પસાર થયા છે અને મને લાગ્યું કે બધું જ આયોજન કરીને સૌને બોલાવાનો આ સારો મોકો છે. મારા પતિ પણ ખૂબ રોમેન્ટિક છે. અમારો ‘તારક મહેતા…’નો પરિવાર પણ આ ઉજવણીમાં સામેલ થયો તેનો આનંદ છે.”

લગ્ન પહેલા હોટેલમાં જ પ્રિયા અને માલવની હલદી તેમજ મહેંદી સેરેમની યોજાઈ હતી. હલદી સેરેમનીમાં પ્રિયા અને માલવે પીળા રંગના કપડાં પહેર્યા હતા. જ્યારે તેમના દીકરાને પણ મલ્ટી કલરનો ઝભ્ભો પહેરાવ્યો હતો. નાનકડા અરદાસે પોતાના મમ્મી-પપ્પાને હલદી લગાવી આપી હતી. મહેંદી સેરેમની માટે પ્રિયાએ ગ્રીન રંગના લહેંગા પર પસંદગી ઉતારી હતી, જેમાં તે અત્યંત ખૂબસૂરત લાગતી હતી. ચૂડા સેરેમની (પંજાબી રસમ)માં પ્રિયાએ પિંક લહેંગો પહેર્યો હતો. અગાઉ પ્રિયાએ લગ્ન વિશે કહ્યું હતું, “ફરી લગ્ન કરવાનો સૌથી સારો ભાગ એ છે કે અમારો દીકરો અરદાસ તેમાં સામેલ થશે. તેણે અમારા લગ્નના બે આલબમ સાચવવા પડશે. એક પહેલા લગ્નનો અને એક બીજીવારના લગ્નનો.”

priya haldi

priya mehendi palak

પ્રિયાની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. એક તસવીરમાં પ્રિયા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ફેમિલી સાથે પોઝ આપી રહી છે. તસવીરમાં પ્રિયા સાથે કુશ, પલક અને સુનૈના ફોજદાર જોવા મળે છે. પલક અને સુનૈનાએ પણ મહેંદી મુકાવી હતી ત્યારે તેની ઝલક બતાવતી તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

priya hadli1

priya malav mehendi

બીજી તસવીરમાં નિધિ ભાનુશાળી અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટીમ મેમ્બર્સ ઉપરાંત માલવ અને પ્રિયાના ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે. મહેંદીમાં પ્રિયાએ ગ્રીન રંગનો લહેંગો પહેર્યો હતો જ્યારે માલવે બ્લૂ કુર્તા પર પસંદગી ઉતારી હતી.

priya haldi2

કોઈપણ ફંક્શન પોતાની ગર્લ ગેંગ સાથે પોઝ આપ્યા વિના અધૂરું છે. ત્યારે પ્રિયાએ પણ પોતાની મહેંદી સેરેમનીમાં બહેનપણીઓ સાથે પોઝ આપ્યો હતો. જેમાં નવી અને જૂની સોનુ એટલે કે પલક અને નિધિ પ્રિયા સાથે બેસીને પોઝ આપી રહ્યા છે. આ ફોટોમાં પલક અને નિધિ વચ્ચેનું બોન્ડ જોવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કપલે 19 નવેમ્બરે 2011ના રોજ લગ્ન કર્યા હતા. 2019માં તેઓ અરદાસના પેરેન્ટ્સ બન્યા હતા. અગાઉ કપલે 10મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા વિદેશ જવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ કોરોનાની સ્થિતિને જોતાં મુંબઈમાં અનોખા અંદાજમાં ઉજવણી કરવાનો નિર્ણય કર્યો હતો.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *