[ad_1]
હાઈલાઈટ્સ:
- ‘પ્રલય’ મિસાઈલ 350-500 કિમીથી ઓછા અંતરની જમીનથી જમીન પર વાર કરતી મિસાઈલ છે.
- આ શોર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ 500-1000 કિલોનો ભાર વહન કરવામાં સક્ષમ છે.
- આ મિસાઈલને ભારતે પાકિસ્તાનની શોર્ટ રેન્જની પરમાણુ મિસાઈલોનો સામનો કરવા તૈયાર કરાઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે, એપીજે અબ્દુલ કલામ દ્વીપથી સવારે લગભગ સાડા દસ વાગ્યે છોડાયેલી આ મિસાઈલે મિશનના બધા ઉદ્દેશ્યોને પૂરા કર્યા. ‘પ્રલય’ મિસાઈલ 350-500 કિમીથી ઓછા અંતરની જમીનથી જમીન પર વાર કરતી મિસાઈલ છે અને તે 500-1000 કિલોનો ભાર વહન કરવામાં સક્ષમ છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું કે, ‘પહેલા પરીક્ષણ માટે ડીઆરડીઓ અને તેની સાથે જોડાયેલી ટીમને અભિનંદન’ તેમણે કહ્યું કે, ‘જમીનથી જમીન પર વાર કરતી આધુનિક બેલેસ્ટિક મિસાઈલના સફળ પરીક્ષણ માટે હું અભિનંદન આપું છું. આજે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવાઈ.’
મહત્વના 10 પોઈન્ટ્સ
1. પ્રલય શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે. તે જમીનથી જમીન પર વાર કરવા માટે બનાવાઈ છે.
2. ડીઆરડીઓએ તેને ભારતની વિશ્વાસપાત્ર પૃથ્વી મિસાઈલની પ્રણાલી પર બનાવી છે.
3. ડીઆરડીઓએ અગ્નિ પ્રાઈમને અગ્નિ-1 અને અગ્નિ-2 સીરિઝની મિસાઈલથી વધુ ઉન્નત બનાવી છે.
4. આ મિસાઈલને ભારતે પાકિસ્તાનની શોર્ટ રેન્જની પરમાણુ મિસાઈલોનો સામનો કરવા તૈયાર કરાઈ છે.
5. પ્રલય મિસાઈલ સોલિડ પ્રોપલેન્ટ રોકેટ મોટર અને ઘણી નવી ટેકનોલોજીથી સંચાલિત થાય છે.
6. આ મિસાઈલની રેન્જ ક્ષમતા 150-500 કિમી છે.
7. પ્રલય મિસાઈલને મોબાઈલ લોન્ચરથી લોન્ચ કરી શકાય છે.
8. તે 500-1000 કિલોનો ભાર વહન કરવામાં સક્ષમ છે.
9. પ્રલય મિસાઈલ ગાઈડેન્સ સિસ્ટમમાં અતિઆધુનિક નેવિગેશન અને ઈન્ટીગ્રેટેડ એવિયોનિક્સ સિસ્ટમ સામેલ છે.
10. પ્રલય મિસાઈલની સરખામણી ચીનની ડોંગફેંગ 12 (CSS-X-15) સાથે કરી શકાય.
હાલ ભારતીય સેના માટે 500 કિમી કરતા ઓછા લક્ષ્ય પર હુમલો કરવા માટે એકમાત્ર સાધન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે, જે ઘાતક રીતે એક્યુરેટ છે. તે 200 કિમી કે તેનાથી વધુ ભાર વહન કરી શકે છે, પરંતુ તે ઘણી મોંઘી સિસ્ટમ છે. ભારતીય સેનાએ તાજેતરના દિવસોમાં લગભગ 500 કિમીની રેન્જ સાથેની એક શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલની જરૂરિયાત અનુભવી છે, જેથી વધુ ભાર લઈ જઈ શકાય.
1983માં વર્લ્ડકપ જીતનારી ટીમ ફરી એક સાથે દેખાઈ, બદલાયેલા લાગે છે ખેલાડીઓ
[ad_2]
Source link
Leave a Reply