[ad_1]
હાઈલાઈટ્સ:
- રમણ પટેલને હાથકડી પહેરાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં વકીલ દ્વારા અરજી કરી હતી
- જેમાં ગ્રામ્ય કોર્ટે જેસીપી અજય ચૌધરીને નોટિસ ઈશ્યું કરીને હાજર રહેવા આદેશ કર્યો હતો
- જેસીપી કોર્ટમાં હાજર રહીને ભવિષ્યમાં આરોપીને હાથકડી ન પહેરાવાની બાંહેધરી આપી
પ્રાપ્ત માહિતી અનસાર પુત્રવધધુ ફિઝુની હત્યાના પ્રયાસ સહિતની કલમ હેછળ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ, દશરથ પટેલ અને પુત્ર મૌનાંગ પટેલ સહિતના આરોપીઓની 28 ઓગસ્ટ 2020ના રોજ વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તબક્કાવાર એક પછ એક સાત ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં પોલીસે આરોપીઓના ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરીને જેલમાં ધકેલ્યા હતા. દરમિયાન આરોપી રમણ પટેલને હાથકડી પહેરાવી દર મુદ્દતે રજૂ કરવામાં આવતો હોવાથી તેના એડવોકેટ કોર્ટમાં અરજી કરી હતી.
જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સાબરમતી જેલથી કોર્ટ સુધી હાથકડી પહેરાવીને રજૂ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાથકડી પહેરાવી રજૂ કરી શકાય નહી. આવી અરજી બાદ કોર્ટે જેલના અધિકારીઓને આ મામલે પૂછપરછ કરી હતી. પરંતુ જેલ તરફથી એવું જણાવવામાં આવ્યું હતું કે, જેલમાંથી હાથકડી પહેરાવામાં આવતી નથી. જાપ્તા પોલીસે આરોપીઓને કોર્ટમાં લઈ જવાનું કામ કરે છે.
ત્યારબાદ કોર્ટે જેસીબી અજય ચૌધરીને હાજર રહેવા નોટિસ જારી કરી હતી. જેમાં તેઓ સોમવારે હાજર થયા હતા અને ભવિષ્યમાં આવી રીતે આરોપીને રજૂ નહીં કરવામાં આવે તેવી બાંહેધરી આપી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટમાં એવી પણ ચર્ચા છે કે, બંને ભાઈઓને ધરપકડ બાદ ડામીન મળ્યા નથી. જેથી તેઓ એકબીજા પર દોષનો ટોપળો ઢોળી રહ્યા છે. બંને વચ્ચે ઝઘડો થયો હોવાથી પોલીસને ડર હતો કે, બંને ફરીથી ઝઘડો ન કરે તેથી હાથકડી પહેરવામાં આવતી હતી.
[ad_2]
Source link
Leave a Reply