[ad_1]
હાઈલાઈટ્સ:
- બેતુલ જિલ્લામાં મહિલા અધિકારીની ફાઇલમાં ઝેરી સાપ નીકળ્યો
- સાપને જોઈ મહિલા અધિકારીના હોશ ઉડી ગયા, વિડીયો વાયરલ
- વાયરલ વિડિયો બેતુલ જિલ્લાના શાહપુર તહસીલ ઓફિસનો છે
- સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાાં વાયરલ થઈ રહ્યો છે
સરકારી કચેરીઓ મોટાભાગે સ્વચ્છ અને સલામત માનવામાં આવે છે. પરંતુ સોમવારે સરકારી ફાઈલ એક તહસીલદાર માટે જીવલેણ સાબિત થતા રહી ગઈ હતી. મહિલા તહસીલદારે નજીકમાં રાખેલી ફાઈલ ખોલતા તેમાંથી ઝેરી સાંપ ફુંફાડા મારતો બહાર આવ્યો હતો. સાપને જોઈને તે ડરી ગઈ. આ સાથે જ તે સાપ-સાપ કહી બૂમાબૂમ કરવા લાગી હતી. આ પછી ઓફિસમાં હડકંપ મચી ગયો હતો.
ઘટના બેતુલના શાહપુર તહેસીલ ઓફિસની છે. અહીં તહસીલદાર એન્ટોનિયા એક્કા તેમની ચેમ્બરમાં બેઠા હતા. ડાયસની બાજુમાં ગરીબી રેખા સાથે નામ જોડતા કેસની ફાઇલ રાખવામાં આવી હતી. તેમણે ફાઈલ ખોલતાની સાથે જ તહસીલદાર કચેરીમાં હંગામો મચી ગયો હતો. એ ફાઈલમાં દોઢ ફૂટ લાંબો સાપ બેઠો હતો. તહસીલના ક્લાર્કે તેને જોયો કે તરત જ તેણે ફાઈલ અલગ કરીને તેની સાથે બહાર દોડી ગયો.
તેણે ફાઈલને બહાર ફેંકી અને પછી સાપને બહાર કાઢ્યો. દરમિયાન એક કર્મચારીએ લાકડી વડે સાપને મારી નાખ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે, તહસીલદારે ખૂબ કાળજી રાખીને ફાઈલ ખોલી હતી, જો તેમણે ઉતાવળમાં ફાઈલ ખોલી હોત તો કંઈ પણ થઈ શકે તેમ હતું. સાપની પ્રજાતિઓ ગ્રામીણ બોલચાલની ભાષામાં કોડિયા કહેવામાં આવી રહી છે.
સાપ નિષ્ણાતોના મતે આ ભારતીય સાપોમાં સૌથી ખતરનાક છે. તે કોબ્રા કરતાં પણ વધુ ખતરનાક છે. તેનું ઝેર ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. સામાન્ય રીતે આ સાપ અઢીથી ત્રણ ફૂટનો હોય છે.
[ad_2]
Source link














Leave a Reply