pm narendra modi: કોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે મીટિંગ, PM મોદીએ કહ્યું- ઈન્ટરનેશનલ ફ્લાઈટ અંગે ફરી રિવ્યુ કરો – pm narendra modi chaired a comprehensive meeting to review situation for covid-19 today morning

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોએક્ટિવ રહેવાની આવશ્યકતા પર ભાર મૂક્યો.
  • તેમણે કહ્યું કે લોકો વધારે સાવધાન રહે અને માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરે.
  • અધિકારીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયનો રિવ્યુ કરવા પણ જણાવ્યુ હતું.

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા સ્વરૂપ વિશેની જાણ થતાં દુનિયામાં ઊભી થયેલી આશંકાઓ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોએક્ટિવ રહેવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે લોકો વધારે સાવધાન રહે અને માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરે.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોએક્ટિવ રહેવા અને બચાવ માટેના ઉપાયોનું પાલન કરવાની સાથે-સાથે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ધ્યાન રાખવાની આવશ્યકતા વ્યક્ત કરી છે. પીએમઓના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓને જણાવ્યું કે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર નજર રાખવાની સાથે-સાથે ‘જોખમ’ ધરાવતા દેશોમાંથી આવતા લોકોની દિશા-નિર્દેશ મુજબ તપાસ થવી જોઈએ. તેમણે વધુમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટના ખતરાને ધ્યાનમાં રાખતા અધિકારીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ હટાવવાની યોજનાની સમીક્ષા કરવાનું પણ કહ્યું.
ઝડપથી ફેલાય છે કોરોનાનો નવો વેરિયંટ ‘Omicron’, WHOએ વ્યક્ત કરી ચિંતા
વિશ્વમાં કોરોના વાયરસના સાઉથ આફ્રિકન વેરિયન્ટની દહેશત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓ સાથે કોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે એક બેઠક યોજી હતી. પીએમ મોદીએ કહ્યું કે નવા વેરિયન્ટ બાબતે આપણે અત્યારથી જ એલર્ટ રહેવું પડશે. તેમણે અધિકારીઓને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાના નિર્ણયનો રિવ્યુ કરવા પણ જણાવ્યુ હતું.

15 ડિસેમ્બરથી શરૂ થશે તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ

કોરોના વાયરસના નવા વેરિયન્ટના ટેન્શન દરમિયાન ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સના મુદ્દે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ફરી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 15 ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટસ શરૂ કરવામાં આવશે. મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને શુક્રવારે જણાવ્યું કે ભારત આવતી-જતી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ 15 ડિસેમ્બરથી સામાન્યરૂપે સંચાલિત થશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *