[ad_1]
હાઈલાઈટ્સ:
- ગુજરાતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યામાં થયો વધારો
- રાજ્યમાં ઓમિક્રોનના કેસનો આંક 23એ પહોંચ્યો, સૌથી વધુ 7 અમદાવાદમાં
- મહેસાણા, આણંદ, વડોદરા અને જામનગરમાં ઓમિક્રોનના 3-3 કેસ નોંધાયા છે
મહત્વનું છે કે, આજે સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કેસની શું સ્થિતિ છે તે અંગે માહિતી મેળવશે. આ દરમિયાન કેટલાક મંત્રીઓ અને અધિકારીઓ સહિત એક્સપર્ટ્સ પણ હાજરી આપી શકે છે. આ બેઠકમાં કયા રાજ્યમાં કેવી સ્થિતિ છે તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ તરફ ગુજરાતમાં પણ સરકારે કોરોનાને લઈને ગંભીરતા દાખવવાનું શરુ કર્યું છે. આ મુદ્દે મુખ્યમંત્રી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના અન્ય અધિકારીઓ હાજર રહેશે. બેઠકમાં વિદેશથી આવતા મુસાફરો ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની સ્થિતિનો મુખ્યમંત્રી અહેવાલ મેળવશે. કેન્દ્રમાં પીએમ મોદી આજે દેશની કોરોનાની સ્થિતિને લઈને મહત્વની બેઠક કરી રહ્યા છે ત્યારે આ બેઠકમાં સરકાર દ્વારા શું નિર્દેશ કરવામાં આવે છે તેનું પણ ધ્યાન રાખવા અંગેની માહિતી આપવામાં આવી શકે છે.
આજે કેન્દ્ર સરકાર વધતા ઓમિક્રોન અને વિદેશમાં જે સ્થિતિ સર્જાઈ રહી છે તેના પર ચર્ચા વિચારણા કરીને કોઈ નિર્ણય લે તેવી સંભાવના છે. જોકે, ભારતમાં હાલ સ્થિતિ કાબૂમાં છે ત્યારે કોઈ કડક નિયંત્રણ લાગુ કરાય તેવી સંભાવના લગભગ નહિવત છે. આમ છતાં આગામી દિવસોમાં નવા વર્ષના સ્વાગતની ઉજવણીઓને લઈને કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે.
ખાસ કરીને દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. આવામાં આ વર્ષે શાંત પડેલી કોરોનાની સ્થિતિ ફરી માથું ઉચકી રહી છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં જરુરી પગલા ભરવામાં આવી શકે છે.
ગુજરાતના કુલ 23 કેસમાંથી સૌથી વધારે 7 કેસ અમદાવાદમાં છે, જે પછી 3-3 કેસ મહેસાણા, વડોદરા, આણંદ અને જામનગરમાં છે. જે સિવાય સુરતમાં 2 કેસ અને ગાંધીનગર તથા રાજકોટમાં 1-1 ઓમિક્રોનના કેસ છે.
[ad_2]
Source link
Leave a Reply