[ad_1]
હાઈલાઈટ્સ:
- વડાપ્રદાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે નવી કાર કાફલામાં સામેલ કરવામાં આવી.
- વડાપ્રધાન મોદી હવે Mercedes-Benz Mayback S650 કારનો ઉપયોગ કરશે.
- અત્યંત આરામદાયક છે કારની સીટ, લાંબી મુસાફરી પછી પણ થાક નહીં લાગે.
મર્સિડીઝ મેબેક એસ650 ગાર્ડ VR10 લેવલ પ્રોટેક્શન સાથે એક નવું મોડલ છે. રિપોર્ટ અનુસાર, મર્સિડીઝ મેબેકએ ગત વર્ષે ભારતમાં 10.5 કરોડની S600 ગાર્ડ કાર લોન્ચ કરી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર S650ની કિંમત 12 કરોડ રુપિયાથી વધારે હોઈ શકે છે. સામાન્યપણે દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સ્પેશિય પ્રોટેક્શન ગ્રુપ દ્વારા નવી કારની રિક્વેસ્ટ કરવામાં આવે છે. એસપીજી સુરક્ષાની જરુરિયાતોની સમીક્ષા કરે છે અને નક્કી કરે છે કે નવી ગાડીની જરુર છે કે નહીં. સુરક્ષા પ્રોટોકોલ અનુસાર એસપીજી તે મોડલની નવી ગાડીઓ માટે ઓર્ડર કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ કારને દુનિયાની સૌથી સુરક્ષિત કારમાંથી એક માનવામાં આવે છે. આ કાર પર AK-47 રાઈફલ અને 15 કિલો ટીએનટીની પણ અસર નથી થતી. આ કાર પર 2 મીટર દૂરથી પણ જો 15 કિલો ટીએનટી વિસ્ફોટ કરવામાં આવે તો તેની પણ કોઈ અસર નહીં થાય. આ કારના ગ્લાસ અને બોડી એટલા મજબૂત છે કે એકે-47 રાઈફલની ફાયરિંગ પણ બેઅસર સાબિત થશે.
વડાપ્રધાન મોદીની આ કારના ગ્લાસમાં અંદરથી પોલીકોર્બનેટનું કોટિંગ કરવામાં આવ્યું છે. જો ગેસથી હુમલો કરવામાં આવે તો કારની અંદર અલગથી હવાનો સપ્લાય શરુ થઈ શકે છે. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ નવી કાર લાંબા સમયથી કાફલામાં સામેલ કરવા માંગતુ હતું પરંતુ કોરોનાને કારણે ટાળી દેવામાં આવ્યુ હતું. એસપીજીએ બે કાર મંગાવી છે. સફર દરમિયાન પીએમ મોદી એક કારનો ઉપયોગ કરી શકે છે અને બીજી કારનો ઉપયોગ દુશ્મનને હાથતાળી આપવા માટે કરવામાં આવી શકે છે.
વડાપ્રધાનની આ કારની સ્પીડ પણ ઘણી સારી છે. આ કારમાં ખાસ ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પંચર થાય અથવા તો ખરાબ થઈ જાય તો પણ કામ કરશે અને તેમાં સવાર વ્યક્તિ સરળતાથી પોતાના મુકામ પર પહોંચી શકે છે. આ કારમાં છ લીટર ટ્વિન-ટર્બો V12 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારની સીટ એટલી આરામદાયક છે કે લાંબી મુસાફરી પછી પણ થાકનો અનુભવ નથી થતો.
[ad_2]
Source link