pethapur police: કારમાં દારૂની બોટલ રાખવાની ના પાડતાં યુવક પર મિત્રએ લાકડીથી કર્યો હુમલો – man refused to keep a liquor bottle in his car a friend attacked him with a stick

[ad_1]

હાઈલાઈટ્સ:

  • કારમાં દારૂની બોટલ રાખવાની ના પાડતાં મિત્રએ મિત્ર પર લાકડીથી કર્યો હુમલો
  • લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે શખ્સે કાર રોકવાનું કહીને બોટલ ખરીદવા કહ્યું હતું
  • પેથાપુરમાં મિત્ર પર લાકડીથી હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો આરોપી શખ્સ

અમદાવાદઃ ગાંધીનગરના સેક્ટર 24માં રહેતા 24 વર્ષીય યુવકે રવિવારે પેથાપુર પોલીસ સમક્ષ મિત્રએ તેના પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે આક્ષેપ મૂક્યો હતો કે, જ્યારે તેઓ જિલ્લાના સાંતલપુર વિસ્તારમાં લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેણે તેની કારમાં દારૂની બોટલ મૂકવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો અને તેથી જ મિત્ર તેના પર રોષે ભરાયો હતો.

બપોરે જમીને ઊંઘી જતી મહિલા પર પતિએ ગુજાર્યો ત્રાસ, માર મારીને કાઢી મૂકી
ટેક્સી-ડ્રાઈવર સિદ્ધાર્થસિંહ ચાવડાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે, રવિવારે જ્યારે તેણે તેની કારમાં દારૂની બોટલ મૂકવાની ના પાડી ત્યારે તેનો તેનો મિત્ર રવિ દલાલ કે, જેનો પાડોશી પણ છે તેણે તેને લાડકીથી ફટકાર્યો હતો. ચાવડાએ કહ્યું હતું કે, દલાલે રવિવારે સાંજે બોલાવ્યો હતો અને તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે સાથે આવવા કહ્યું હતું.

તેણે કહ્યું હતું કે, તે દલાલને તેની સાથે પોતાની કારમાં લઈ ગયો અને લગ્નસ્થળ તરફ કાર હંકારી હતી. તેઓ લગ્નસ્થળ પર પહોંચે તે પહેલા દલાલે તેને કાર રોકવા માટે તેમજ લગ્નના સેલિબ્રેશન માટે તે દારૂની બોટલ મૂકી રહ્યો હોવાનું કહ્યું હતું.

નવસારીઃ વિધર્મી યુવકે નામ બદલી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, ભાંડો ફૂટતા ઘરમાં ઘૂસી આચર્યુ કુકર્મ
ચાવડાએ બોટલ મૂકવાની ના પાડી હતી અને લગ્નસ્થળ તરફ કાર ચલાવવાનું શરૂ કરી દીધું હતું. દલાલ ત્યાં શાંતિથી બેઠો હતો. જ્યારે તેઓ લગ્નમાં હાજરી આપ્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દલાલે પેથાપુરમાં ચાની કીટલી પાસે કાર રોકવા કહ્યું હતું. જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે, દલાલે કારમાં દારૂની બોટલ ન રાખવા દીધી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ચાવડા કંઈ કહે તે પહેલા જ દલાલે તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું અને પછી ચાવડાની કારમાં રાખેલી લાડકીથી હુમલો કર્યો હતો. દલાલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જ્યારે ચાવડા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. ચાવડાએ બાદમાં દલાલ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *