[ad_1]
હાઈલાઈટ્સ:
- સેન્સેક્સમાં 31 ડિસેમ્બરે 500થી વધુ પોઈન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો
- બેંક નિફ્ટી 425 પોઈન્ટ્સ ઉછળી, મિડકેપ ઈન્ડેક્સમાં 300થી વધુ પોઈન્ટ્સનો ઉછાળો
- ટેલીકોમ શેર્સમાં તેજી, વોડાફોન આઈડિયા 4.50 ટકા ઉછળ્યો
બીએસઈ મિડકેપ આજે 12.40 કલાકે 308 પોઈન્ટ્સના વધારા સાથે 25 હજારની સપાટીને આંબવાની તૈયારીમાં હતો. આજે મિડકેપમાં વધેલા શેર્સની વાત કરીએ તો GICRE 5.66 ટકા, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ 5.13 ટકા, વોડાફોન આઈડિયા 4.50 ટકા, ટાટા કોમ્યુનિકેશન 4.41 ટકા જેટલા વધ્યા હતા. જ્યારે RBL બેંકમાં આજે 4.22, ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં 2.39, SupremeIndમાં 1.54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ પણ આજે 335 પોઈન્ટ્સ વધ્યો છે. બપોરે 12.40 કલાકે તે 29,456ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. આજે BGR એનર્જી 16.99 ટકા, સ્વિલેક્ટ એનર્જી સિસ્ટમ્સ તેમજ રિસ્પોન્સિવ ઈન્ડસ્ટ્રીઝ 16 ટકા વધ્યા હતા.
નિફ્ટી 50ની વાત કરીએ તો આજે હિન્દાલ્કો, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રી સિમેન્ટ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝમાં ત્રણ ટકાથી વધારેનો ઉછાળો જોવા મળ્યો, જ્યારે NTPC, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો અને HCL ટેક્નોલોજી ઘટાડે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. શેરબજારમાં તેજી વચ્ચે આજે નીચે દર્શાવેલા પાંચ પેની સ્ટોક્સમાં અપર સર્કિટ લાગી હતી.
Sr No | Stock Name | LTP | Price gain (%) |
1 | MPS Infotecnics | 0.70 | 7.69 |
2 | GTL Infra | 2.1 | 5 |
3 | FCS Software | 4.85 | 4.3 |
4 | Shrenik | 3.7 | 8.82 |
5 | Vikas Ecotech | 2.9 | 3.57 |
[ad_2]
Source link