penny stocks: Penny Stocks: આ પેની સ્ટોક્સમાં સોમવારે અપર સર્કિટ લાગી – these penny stocks are locked in the upper circuit today

[ad_1]

હાઈલાઈટ્સ:

  • મિડકેપમાં વધનારા શેરોમાં ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, નેટ્કો ફાર્મા સામેલ
  • સ્મોલ કેપ્સમાં કાબ્રા એક્સ્ટ્રુઝન ટેકનિક, કિંગફા સાયન્સ અને કિર્તી ઇન્ડસ્ટ્રી વધ્યા
  • નિફ્ટી 50માં ટેક મહિન્દ્રા, સિપ્લા, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેન્ક ઘટ્યા

સોમવારે 1.00 વાગ્યે BSE સેન્સેક્સ મોટી વધઘટ વગર ફ્લેટ ટ્રેડ થતો હતો અને 57,282.69ના સ્તરે હતો. તેવી જ રીતે નિફ્ટી 50 પણ બંને તરફી ચાલ દર્શાવતો હતો અને 17044.50 પર હતો. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ નબળો દેખાવ કરીને સુધર્યો હતો. બેન્ક ઇન્ડેક્સ 179 પોઇન્ટ ઘટીને 34,678.60 પર પહોંચ્યા પછી 1 વાગ્યે 119 પોઇન્ટ વધીને 34,976 પર હતો.

BSE સેન્સેક્સ પર HCL ટેક્નોલોજિસ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સન ફાર્મા અને L&T આજના ટ્રેડિંગ સત્રમાં વધ્યા હતા. BSE મિડકેપ 24,323.65 પર હતો અને તેમાં બંને તરફી ચાલ જોવા મળતી હતી.

મિડકેપ ઇન્ડેક્સ પર આજે વધનારા શેરોમાં ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, નેટ્કો ફાર્મા અને અજંતા ફાર્માનો સમાવેશ થતો હતો.

તેવી જ રીતે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ પણ 28,443.92ના સ્તરે ફ્લેટ હતો. તેમાં કાબ્રા એક્સ્ટ્રુઝન ટેકનિક, કિંગફા સાયન્સ એન્ડ ટેક્નોલોજીસ અને કિર્તી ઇન્ડસ્ટ્રીના શેરમાં 10 ટકા કરતા વધુ વધારો નોંધાયો હતો.

નિફ્ટી 50 ઇન્ડેક્સમાં વધનારા શેરોમાં ટેક મહિન્દ્રા, સિપ્લા, સન ફાર્મા, કોટક મહિન્દ્રા બેન્ક અને ડો. રેડ્ડીઝ લેબોરેટરીના શેર ઊંચકાયા હતા. ઘટનારા શેરોમાં
ઇન્ડસઇન્ડ બેન્ક, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, એશિયન પેઈન્ટ્સ અને ઓએનજીસીનો સમાવેશ થતો હતો.

સોમવારે જે પેની સ્ટોક્સમાં અપર સર્કિટ લાગી હતી તે નીચે મુજબ છે. આગામી સેશનમાં આ કાઉન્ટર્સ પર નજર રાખો.

Sr No Stock Name LTP Price gain (%)
1 MPS Infotecnics 0.50 11.11
2 FCS Software 4.05 3.85
3 Suzlon Energy 8.50 4.94
4 Ballarpur Industries 2.20 4.76
5 Gammon Infra 2 2.56

આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝીન.

Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *