paytm target price: Paytmમાં ધોવાણ યથાવત, જેમની પાસે તેના શેર છે તેમણે હવે શું કરવું? – decline in paytm continues even on second day what investors should do now

[ad_1]

મુંબઈ: બહુચર્ચિત બનેલા અને દેશના સૌથી મોટા આઈપીઓ કહેવાતા પેટીએમમાં રોકાણકારોને રોવાનો વારો આવ્યો છે. લિસ્ટિંગના દિવસે જ શેરની કિંમતમાં 25 ટકાનો કડાકો બોલાયા બાદ સોમવારે બીજા દિવસે પણ તેમાં ધોવાણ યથાવત રહ્યું છે. સવારે 12.00 કલાકની સ્થિતિએ પેટીએમનો શેર પાછલા બંધથી 16 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. મતલબ કે, માત્ર બે જ દિવસમાં આ શેરમાં રોકાણ કરનારા લોકોને 39 ટકાનું નુક્સાન સહન કરવાનો વારો આવ્યો છે. તેનાથી પણ મોટી ચિંતા એ વાતની છે કે આ શેર કયા લેવલે રોક બોટમ બનાવશે?

Paytmના ફ્લોપ શોએ MobiKwik અને OYOના IPOની ચિંતા વધારી
એનાલિસ્ટ્સનું માનીએ તો, પેટીએમ ક્યારથી નફો કરવાનું શરુ કરશે તે અંગે કોઈ કશુંય કહી શકે તેમ નથી. વળી, તેની સિનિયર ટીમમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે. તેવામાં કેટલીક ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂટ્સ આ શેરમાં હાલ કોઈ ખરીદી કરે તેવી શક્યતા લગભગ નહીવત જણાઈ રહી છે. તેનો સાફ મતલબ છે કે શોર્ટ ટર્મમાં આ શેરમાં સુધારો થવાના કોઈ ચાન્સ નથી.

નવા રોકાણકારો માટે મોટો બોધપાઠ છે Paytm IPO: એક ભૂલ બની શકે છે આજીવન પસ્તાવો
પેટીએમે 2150 રુપિયાના ભાવે આઈપીઓમાં શેર ઓફર કર્યા હતા. જોકે, ગુરુવારે તેનું લિસ્ટિંગ રુ. 1950 રુપિયાના ભાવે થયું હતું, અને માર્કેટ બંધ થયું ત્યારે શેર 1564 રુપિયા પર હતો. આજે સવારે 12.00 વાગ્યે આ શેર 1306 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પેટીએમના શેર્સના વેલ્યૂએશન અંગે પહેલાથી જ એક્સપર્ટ્સ સવાલ ઉઠાવી રહ્યા હતા. કારણકે, કંપનીની આવકની સામે શેરનું વેલ્યૂએશન ખૂબ જ ઉંચું હતું. પેટીએમે તો પોતાનું વેલ્યૂએશન 20 અબજ ડોલર આંક્યું હતું જે દેશની કેટલીક બ્લૂચીપ કંપનીઓ કરતાં પણ વધારે છે.

પ્રભુદાસ લીલાધરના હેડ- ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ પીયૂષ નાગદાના જણાવ્યા અનુસાર, પેટીએમના શેર્સમાં ટૂંકા ગાળામાં વેચવાલીનું વલણ યથાવત રહેશે. જે લોકોને આઈપીઓમાં શેર લાગ્યા છે તે લોકો દરેક ઉછાળે તેમાંથી એક્ઝિટ કરવા માટે પ્રયાસ કરશે. પરંતુ નવા રોકાણકારો તેમાં ખરીદી કરવાનું ટાળશે. તેમણે જણાવ્યું હતું કે ખોટ કરતી કંપનીના શેરની યોગ્ય વેલ્યૂ આંકવી અઘરી છે, પરંતુ 1250-1300 રુપિયાના સ્તરે તેમાં થોડું મૉમેન્ટમ જોવા મળે તેવા ચાન્સ છે.

ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ પછી 24 ટકા સુધી તૂટ્યો Paytm નો શેર, શું છે એક્સપર્ટ્સ એડવાઈઝ
મેક્વારીએ પેટીએમના લિસ્ટિંગના દિવસે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં આ શેરની કિંમત 1200 રુપિયા આંકી હતી. એક નોંધમાં બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે, પેટીએમ કેશ બર્નિંગ મશીન છે, અને પ્રોફિલિટી સુધી પહોંચવા માટે તેની પાસે કોઈ સ્પષ્ટ વિઝન નથી. જો પેટીએમ મની લેન્ડિંગ શરુ ના કરે તો માત્ર ડિસ્ટ્રિબ્યૂટર તરીકે તે પૂરતી આવક નહીં રળી શકે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *