[ad_1]
હાઈલાઈટ્સ:
- 2150 રુપિયાના ભાવે કંપનીએ આઈપીઓમાં ઓફર કર્યા હતા શેર, 1950માં થયું હતું લિસ્ટિંગ
- બે દિવસમાં જ શેરમાં જબરો કડાકો નોંધાયો, 1950ના ભાવે લિસ્ટ થયેલો શેર સીધો 1271 પર પહોંચ્યો હતો
- જોકે, 23 અને 24 નવેમ્બરના રોજ ભાવમાં 37 ટકાનો ઉછાળો, પરંતુ લોકઈન પિરિયડ પૂરો થતાં સ્પષ્ટ થશે તસવીર
લિસ્ટિંગ બાદ 1271 રુપિયાનું તળિયું બતાવી ચૂકેલો આ શેર છેલ્લા બે દિવસમાં જ 37 ટકા જેટલો ઉછળી ચૂક્યો છે. આંકડા પર દ્રષ્ટિ કરીએ તો, 1271 રુપિયાની પોતાની ઓલટાઈમ નીચલી સપાટી બનાવ્યા બાદ આ શેર 24 નવેમ્બરના રોજ બજાર બંધ થયું ત્યારે 1752 રુપિયાના સ્તર પર હતો. 23 નવેમ્બરના રોજ પણ તેમાં સારો એવો સુધારો જોવાયો હતો. સોમવારે જોરદાર ઘટાડા બાદ મંગળવારે આ શેર વધ્યો હતો.
મંગળવારના કામકાજ પર નજર નાખીએ તો આ શેર 1494 રુપિયાની સપાટીએ બંધ થયો હતો. ગઈકાલે આખો દિવસ તેમાં લેવાલી જળવાઈ રહી હતી. જે બુધવારે પણ યથાવત રહી હતી. જોકે, હજુય આ શેર પોતાની ઓફર પ્રાઈસથી 18 ટકા માઈનસમાં ટ્રેડ થઈ રહ્યો છે. જોકે, સોમવારે જોરદાર ધોવાણ બાદ મંગળવારથી સ્થિતિ સુધરતા જેમને આઈપીઓમાં આ શેર લાગ્યા છે તેમને ચોક્કસ થોડી રાહત થઈ છે. ઉલ્લેખનીય છે કે, પેટીએમને દેશનો સૌથી મોટો આઈપીઓ ગણાવાયો હતો. જોકે, ઓવર વેલ્યૂએશનને કારણે તેને ધાર્યો પ્રતિસાદ નહોતો મળ્યો.
માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, પેટીએમના લિસ્ટિંગ બાદ તેનો 30 દિવસનો લોક-ઈન પિરિયડ પૂરો થાય ત્યારપછી આ શેર કઈ દિશામાં જાય છે તે જોવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, અમુક કેટેગરીના રોકાણકારો શેરનું લિસ્ટિંગ થઈ જાય તેના 30 દિવસ સુધી એક્ઝિટ નથી થઈ શકતા. બીજી તરફ, પેટીએમમાં જોવા મળી રહેલી વેચવાલીને પરિણામે તેના ભાવમાં સુધારાનો મોટો આધાર મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા થતી ખરીદી પર છે. કારણકે, એક્સપર્ટ્સ તો પહેલાથી જ આ શેર વધારે પડતો મોંઘો હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે, અને સામાન્ય રોકાણકારોને હાલ તેનાથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે.
પેટીએમ હજુ સુધી પ્રોફિટમાં નથી આવી શક્યું. વળી, તેના ટોપ મેનેજમેન્ટમાં પણ કેટલાક ઈશ્યૂ હોવાની ચર્ચા છે. કંપની પ્રોફિટ કરતી ક્યારથી થશે તે અંગે કોઈ સ્પષ્ટતા ના હોવાથી શેરમાં તેજી જળવાઈ રહેશે કે પછી લિસ્ટિંગના 30 દિવસ બાદ વેચવાલીનો નવો દોર શરુ થશે તે પણ કોઈ નથી જાણતું. બીજી તરફ, પેટીએમનો ધબડકો થયા પછી મોબીક્વિકે હાલ પોતાનો આઈપીઓ લાવવાની યોજનાને આ મહિના પૂરતી અભેરાઈએ ચઢાવી દીધી છે.
[ad_2]
Source link
Leave a Reply