[ad_1]
હાઈલાઈટ્સ:
- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પેટીએમની ખોટ વધીને 481 કરોડ રુપિયા પર પહોંચી ગઈ
- કંપનીએ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં 1,086 કરોડ રુપિયા આવક પ્રાપ્ત કરી
- કોમર્સ અને ક્લાઉડ સર્વિસની રેવન્યૂ 243 કરોડ, ફાઈનાન્શિયલ સર્વિસની આવક 88.70 કરોડ
કંપનીએ જણાવ્યું છે કે, તેની આવક યર-ઓન-યર 64 ટકા વધીને 1,086.40 કરોડ રુપિયા પર પહોંચી છે, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં 663.90 કરોડ રુપિયા હતી. નોન-યુપીઆઈ પેમેન્ટ વોલ્યૂમ (GMV)ની આવક 52 ટકા જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસિસ અને અન્ય આવકો ત્રણ ગણી વધી હોવાની માહિતી પણ કંપની દ્વારા આપવામાં આવી છે.
યર-ઓન-યર સરખામણી કરીએ તો, પેટીએમની પેમેન્ટ્સ અને ફાઈનાન્શિયલ સર્વિસની આવક 69 ટકા વધીને 842.60 કરોડ રુપિયા થઈ છે. જ્યારે કોમર્સ અને ક્લાઉડ સર્વિસ રેવન્યૂ 47 ટકા વાર્ષિક ધોરણે વધીને 243.80 કરોડ થઈ હોવાનું કંપનીએ BSEને જણાવ્યું છે. લેન્ડિંગ અને વેલ્થ (પેટીએમ મની)નું કામકાજ વધવાથી કંપનીની ફાઈનાન્શિયલ સર્વિસિસ અને અન્ય આવક YoY 250 ટકા વધીને 88.70 કરોડ પર પહોંચી છે.
એક તરફ પેટીએમ નફો કરતી કંપની ક્યારે બનશે તેને લઈને એક્સપર્ટ્સ સવાલ ઉઠાવીને તેના વેલ્યૂએશનને વધારે પડતું ઉંચું ગણાવી રહ્યા છે. કંપનીએ 2150 રુપિયાના ભાવે પોતાના આઈપીઓમાં શેર ઓફર કર્યા હતા. આઈપીઓ દોઢ ગણો ભરાયો હતો, પરંતુ લિસ્ટિંગના દિવસે જ તેમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. એક તબક્કે શેર ઓફર પ્રાઈસથી 40 ટકા નીચે સરકી ગયો હતો. જોકે, ત્યારબાદ તેમાં રિકવરી જોવા મળી હતી છતાંય આ શેર હજુય ઓફર પ્રાઈસથી ઓછા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, તેમાં જોવા મળેલી રિકવરી કેટલી ટકશે તે અંગે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.
હવે જોવાનું એ રહે છે કે કંપની દ્વારા જાહેર કરાયેલા સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડાની સોમવારે માર્કેટ ખૂલે ત્યારે તેના શેર પર શું અસર પડે છે? કારણકે, શુક્રવારે બજારમાં 1600 પોઈન્ટ્સથી પણ વધુનો કડાકો જોવા મળ્યો હતો. માર્કેટમાં મંદીવાળા હાલ જોરમાં છે, ત્યારે પેટીએમના શેરમાં દેખાયેલી રિકવરી જળવાઈ રહે છે કે ધોવાઈ જાય છે તેના પર આ શેરમાં રુપિયા રોકીને બેઠેલા લોકોની નજર છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક એક્સપર્ટ્સ તો આ શેરની ટાર્ગેટ પ્રાઈસ 1300 રુપિયા પણ જણાવી ચૂક્યા છે.
[ad_2]
Source link
Leave a Reply