paytm: Paytmના ફાઉન્ડર વિજય શેખર વર્માએ જણાવ્યું કંપનીને ખોટ થવાનું કારણ – paytm founder vijay shekhar verma explained the reason for the loss of company

[ad_1]

નવી દિલ્હી: પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સના શેર લિસ્ટ થયાને એક સપ્તાહ કરતા વધુ સમય થઈ ચૂક્યો છે. તાજેતરમાં જ કંપનીએ નાણાકીય વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટર માટે પોતાના પરિણામો જાહેર કર્યા. સામે આવ્યું કે, ઓપરેશનલથી કંપનીની રેવન્યુ 64 ટકા વધી, જ્યારે કોન્સોલિડેટેડ નેટ લોસ 8 ટકા વધીને 473 કરોડ રૂપિયા થઈ ગયો. રેવન્યુમાં વધારાનું એક મુખ્ય કારણ નોન-યુપીઆઈ વોલ્યુમમાં 52 ટકાનો વધારો રહ્યો. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર વર્માએ જણાવ્યું કે, કઈ રીતે નુકસાનનું કારણ વધુ ખર્ચ કરવો નહીં, પરંતુ કન્ઝર્વેટિવ અકાઉન્ટિંગ રહ્યું. વિજય શેખર વર્મા સાથેની વાતચીતના અંશો…

તમે લિસ્ટિંગના કેટલાક દિવસોની અંદર જ પરિણામોની જાહેરાત કરી દીધી. વિશ્લેષકોની પ્રતિક્રિયા શું રહી?
આ અમારો પહેલો અર્નિંગ કોલ હતો. હું માત્ર એ અનુભવનો સંદર્ભ આપી શકું છું, જેનાથી હું પરિચિત છું. હું તેની સરખામણી અલીગઢથી દિલ્હી આવ્યા પછી એક એન્જિનિયરિંગ કોલેજને જોઈન કરવાના અનુભવ સાથે કરીશ. આઈપીઓ પ્રક્રિયા કોલેજમાં પ્રવેશ મેળવવા જેવી હતી અને અર્નિંગ કોલ પ્રવેશ પછી તરત પરીક્ષા જેવો હતો.

તમારું કોન્ટ્રીબ્યુશન માર્જિન વધી ગયું છે, પરંતુ સાથે નુકસાન પણ વધ્યું છે? ઘણા સામાન્ય રોકાણકારો કોન્ટ્રીબ્યુશન માર્જિનને નથી સમજતા.
અમારા રેવન્યુની સરખામણીમાં અમારું માર્જિત ઝડપથી વધ્યું છે. કોન્ટ્રીબ્યુટરી પ્રોફિટ્સને સમજવાનો સીધો ઉપાય છે- ebitda (વ્યાજ, ટેક્સીઝ, ડેપ્રિસિએશન અને એમોર્ટાઈઝેશન પહેલાની કમાણી). અમારો ebitda માર્જિન ઘણો વધારે છે. અમારી પાસે -64 ટકાનો એબિટા માર્જિન રહેતો હતો, જે હવે -39 ટકા છે.
IPO પહેલા આ બેન્કમાં ભાગીદારી વધારશે LIC, આરબીઆઇએ આપી મંજૂરી
પડતર ખર્ચ વધવાનું કારણ શું છે?
એક વ્યવયાસ તરીકે, અમારા ખર્ચાને મોટાભાગ લોકો અને માર્કેટિંગમાં વર્ગીકૃત કરી શકાય છે. અમારો માર્કેટિંગ ખર્ચ ફ્લેટ છે, પરંતુ અમે વધુ લોકોને, વધુ એન્જિનિયરોને કામ પર રાખી રહ્યા છીએ, જે સારી વાત છે. આ એક મેન્યુફેક્ચરિંગ વ્યવસાયમાં એક કારખાનું વિકસિત કરવા જેવું છે. એક કારખાનામાં રોકાણ અને અમારા રોકાણ વચ્ચે ફરક એ છે કે, અમે અમારી અધિગ્રહણ કોસ્ટને અમોર્ટાઈઝ નથી કરતા, અમારા પ્લેટફોર્મ પર આવતો એક મર્ચન્ટ ઓછામાં ઓછા એક વર્ષ માટે સબ્સક્રાઈબરર હોય છે અને તે વર્ષ દરમિયાન ઉધાર કે એમડીઆરના માધ્યમથી રેવન્યુ ઊભી કરે છે, જ્યારે અધિગ્રહણ કોસ્ટ એડવાન્સ રૂપમાં આપવામાં આવે છે. નુકસાન એટલે નથી કે, અમે 100 રૂપિયાનો સામાન 90 રૂપિયામાં વેચી રહ્યા છીએ અમારો હિસાબ ઘણો રૂઢિવાદી છે. અમે તાત્કાલિક બધા માર્કેટિંગ, કેશબેક, વેચાણ અને સિસ્ટમ કોસ્ટના 100 ટકા ચાર્જ કરીએ છીએ. એબિટામાં સુધારાનું કારણ એ છે કે, પહેલા મળેલા વેપારી રેવન્યુ ઉત્પન્ન કરી રહ્યા છે.

એવું લાગે છે કે, ઘણા બધા રોકાણકારો લોન આપતા બિઝનેસ પર ધ્યાન આપી રહ્યા છે…
બેંકો પાસે ફંડની સૌથી ઓછી પડતર છે અને તેના પર 50,000 રૂપિયાથી ઓછા મૂલ્યની પ્રાથમિકતાવાળા ક્ષેત્રની લોનોને વધારવાની પણ જવાબદારરી છે. અમારી પાસે એક ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જે લોન વિતરણ કરી શકે છે, સેવા આપી શકે છે અને લોન ભેગી કરી શકે છે. તે નાના ગાળાની લોન છે અને અમે કેટલાક સાઈકલ્સ તેમજ મહામારીના માધ્યમથી પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. અમારી સરેરાશ ટિકિટ સાઈઝ 4,000 રૂપિયા છ, જેને કોઈપણ લોન આપનાર સ્પર્શી શકે તેમ નથી. સિંગલ કોર્પોરેટ રિલેશનશિપ દ્વારા 1,000 કરોડ રૂપિયાની લોન આપવી સૌથી સરળ કામ છે. અમે નાના લોનોના માધ્યમથી 7,500 કરોડ રૂપિયા (એક અબજ ડોલર)નું વિતરણ કરી રહ્યા છીએ.

તમે યુપીઆઈ પર શૂન્ય ચાર્જ સાથે ચૂકવણી પર કઈ રીતે રૂપિયા કમાઓ છો?
મેં હંમેશા એમ કહ્યું છે કે, યુપીઆઈ પર શૂન્ય ચાર્જ હોવો મહત્વપૂર્ણ છે, કેમકે આ એક ડિજિટલ સ્વીકૃતિ ઈકોસિસ્ટમ બનાવવામાં મદદ કરે છે .પેટીએમ રેવન્યુ કમાય છે, કેમકે એકવખત જ્યારે છૂટક વેપારી પરિપક્વ થઈ જાય છે, તો તે અન્ય ડિજિટલ ચૂકવણીના સાધનોને પણ સ્વીકારવાનું શરૂ કરી દે છે. અમારું નોન-યુપીઆઈ વોલ્યુમ 52 ટકા વધ્યું છે. નોન-યુપીાઈ લેવડ-દેવડ પર અમે વધુ કમાણી કરીએ છીએ, કેમકે અમને ઈશ્યુઅર ચાર્જ પણ મળે છે. વોલ્યુમની ટકાવારી તરીકે અમારી ટ્રાન્જેક્શન પ્રોસેસિંગ કોસ્ટ વધી ગઈ છે. ગ્રોસ મર્ચેન્ડાઈઝ વેલ્યુની ટકાવારીના રૂપમાં, પેમેન્ટ પ્રોસેસિંગ કોસ્ટમાં ઘટાડો થયો છે.
2,000ની મૂડીથી શરું કરેલા બિઝનેસને વંદના લૂથરાએ કેવી રીતે પહોંચાડ્યો 18 દેશોમાં?
પોતાના જે ગ્રાહક આધાર (5 કરોડ+)નો ઉલ્લેખ કર્યો છે, તે દક્ષિણ કોરિયાની વસ્તી કરતા વધુ છે. ટોચની બ્રાન્ડ્સ, ઓફર માટાટે પેટીએમ મોલનો ઉપયોગ કેમ નથી કરતી?
વોલમાર્ટની પાસે ‘દરરોજ ઓછી કિંમત’ એટલે કે, એવરીડે લો પ્રાઈસનું બિઝનેસ મોડલ છે. અમે ચૂકવણીમાં એવી જ રણનીતિનું પાલન કરીએ છીએ. કેટલીક હાઈ-એન્ડ બ્રાન્ડસમાં ડીલ્સની ઓફર કરવાને બદલે, અમે દરેક લેવડ-દેવડ પર કેશબેક ઓફર કરીએ છીએ. પછી તે પેટ્રોલ હોય, વિજળી હોય કે આઈફોન હોય. અમારું ધ્યાન પસંદગીના એન્કર ગ્રાહકો પર નથી અને અમારું મોડલ વધુ સમાવેશી છે. તે ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મથી અલગ, અમે અમારા ઉત્પાદનોને નથી વેચતા, પરંતુ અમે અમારી એપ પર બધા ઈ-કોમર્સ પ્લેટફોર્મને હોસ્ટ કરવા માટે તૈયાર છીએ.

તો ઉધાર આપવા ઉપરાંત પેટીએમ કઈ રીતે રૂપિયા કમાશે?
ચૂકવણી કરવા પર એપ પર બધું જ, રેવન્યુ ઊભી કરે તેવું છે. હકીકતમાં, સંગઠિત રિટેલમાં ચૂકવણી માટે વોલેટનો ઉપયોગ કરવો કે ફાસ્ટેગનો ઉપયોગ કરી ચૂકવણી કરવી, રેવન્યુ ઊભી કરે છે. યુપીઆઈ એક કરિયાણાની દુકાનમાં રોટલી અને દૂધ જેવું છે, તે રેવન્યુ નથી લાવતું, પરંતુ ઈકોસિસ્ટમને વિસ્તારે છે.

પેમેન્ટ ગેટવે બિલડેસ્કએ 270 કરોડ રૂપિયાનો નફો કમાયો. પેટીએમે પેમેન્ટ ગેટવે બિઝનેસમાં કેટલી કમાણી કરી?
વેપારીઓને ચૂકવણીની સેવાઓથી અમારું રેવન્યુ 64 ટકા વધીને 400 કરોડ રૂપિયા થઈ ગયો. તે પેમેન્ટ ગેટવેમાં નોન-યુપીઆઈ પેમેન્ટ વોલ્યુમ ગ્રોથ અને ડિવાઈસીઝમાં ગ્રોથથી પ્રેરિત છે.

આરબીઆઈએ કહ્યું કે, કોઈ પેમેન્ટ બેંકને સ્મોલ ફાઈનાન્સ બેંકમાં ફેરવવાની મંજૂરી 5 વર્ષ પછી જ આપી શકાય છે?
અમારા પાંચ વર્ષ (મે 2022માં) પૂરા થવામાં હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે અને જો તક ઊભી થાય છે તો અમે તેને એક્સપ્લોર કરવા માટે તૈયાર છીએ. સાથે જ, પેટીએમ પેમેન્ટ્સ બેંકની કુલ સંપત્તિ 400 કરોડ રૂપિયા છે, જ્યારે કે રેગ્યુલેટર દ્વારા નિર્ધારિત આંકડા 300 કરોડ રૂપિયા છે.

મહામારી અને તે પછીના લોકડાઉને ડિજિટલ ચૂકવણી અને ઈ-કોમર્સને પ્રોત્સાહન આપ્યું.
મુસાફરી, ફિલ્મ અને ઈવેન્ટ ટિકિટિંગથી રેવન્યુમાં વધારો થયો છે, જે મહામારી દરમિયાન લોકડાઉનથી પ્રભાવિત થયા હતા. અમે ગ્રાહકો તરફથી સારી પ્રતિક્રિયાની આશા રાખી રહ્યા છીએ, કેમકે અનલોક થઈ રહ્યું છે.

તમે બજાર તરફથી કેવી પ્રતિક્રિયાની આશા રાખો છો?
આશા છે કે, બજારમાં અને વધુ લોકો અમારા પ્રદર્શનને વિસ્તારથી જોવામાં સક્ષમ છે. અમે ભારતમાં લિસ્ટેડ થયા છીએ, જેથી બધાને ભાગ લેવાની તક મળે. એ મહત્વપૂર્ણ છે કે, છૂટક રોકાણકારોની સામે સમગ્ર તસવીર હોય. હા, અમારી ખોટ 8 ટકા વધી છે, પરંતુ અમારી રેવન્યુ 64 ટકા વધી છે અને એબિટા 50 ટકા વધ્યો છે. આ છે આખી તસવીર.

આ 5 બેન્કના શેર્સ 1 વર્ષમાં આપી શકે છે સારું એવું વળતર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *