Paytm Listing: લિસ્ટિંગ સમયે કેમ રડી પડ્યા Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્મા? – vijay shekhar sharma becomes emotional at paytm listing ceremony at bse

[ad_1]

હાઈલાઈટ્સ:

  • 2150 રૂપિયાની ઈસ્યુ કિંમત સામે પેટીએમના શેરનું 1950 રૂપિયા પર એટલે કે 9% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું હતું
  • બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે પેટીએમનું લિસ્ટિંગ થયું હતું અને આ સમયે તેના ફાઉન્ડર વિજય શેખર શર્મા ભાવુક બની ગયા હતા
  • ફોર્બ્સ પ્રમાણે હાલમાં તેમની નેટવર્થ 2.4 બિલિયન ડોલર છે, પેટીએમમાં તેઓ 14 ટકા હિસ્સો ધરાવે છે.

ગુરૂવારે પેટીએમ ઓપરેટર વન 97 કોમ્યુનિકેશન્સનું લિસ્ટિંગ થયું હતું. જોકે, પેટીએમના શેર્સનું લિસ્ટિંગ ઘણું જ નિરાશાજનક રહ્યું હતું. 2150 રૂપિયાની ઈસ્યુ કિંમત સામે પેટીએમના શેરનું 1950 રૂપિયા પર એટલે કે 9% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું હતું. દિવસના અંતે એનએસઈ પર તે 1560 રૂપિયા પર બંધ થયો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે પેટીએમનું લિસ્ટિંગ થયું હતું અને આ સમયે તેના ફાઉન્ડર વિજય શેખર શર્મા ભાવુક બની ગયા હતા. તેમના માટે આ ઘણી મોટી ક્ષણ હતી અને તેઓ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. બીએસઈ ખાતે પેટીએમની લિસ્ટિંગ સેરેમની વખતે રાષ્ટ્રગાન વાગ્યું હતું ત્યારે તેઓ ભાવુક બની ગયા હતા.

આંખોમાં આંસુ કેમ આવી ગયા તે અંગે વાત કરતા તેણે પોતાની સ્પીચ હિંન્દીમાં શરૂ કરી હતી અને કહ્યું હતું કે, હમણા મારી સાથે આવું થયું કેમ કે તમે રાષ્ટ્રગાન વગાડ્યું હતું. તેમણે કહ્યુ હતું કે રાષ્ટ્રગીતમાં આવતી પંક્તિ ભારત ભાગ્ય વિધાતાએ તેમને ભાવુક બનાવી દીધા હતા. તેમણે કહ્યુ હતું કે, તેનાથી હું ભાવુક બની ગયો હતો. તે શબ્દોએ મારી આંખોમાં આંસુ લાવી દીધા હતા.
લોકો મને કહી રહ્યા હતા કે હું આટલી મોટી કિંમત સાથે રૂપિયા કેવી રીતે એકત્રિત કરીશ, અને હું તેમને ફક્ત એટલું જ કહેતો હતો કે મેં ક્યારેય કિંમત પર રૂપિયા એકત્રિત નથી કર્યા પરંતુ હેતું પર કર્યા છે. નોંધનીય છે કે શર્મા તેના પુત્ર સાથે હતા અને 10 વાગ્યે તેમણે ઓપનિંગ બેલ વગાડ્યો હતો.

અગાઉ આ મહિને પીટીએમ એ પોતાનો ઈસ્યુ જાહેર કર્યો હતો. પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સનો 18,300 કરોડ રૂપિયાનો આઈપીઓ ભારતનો સૌથી મોટો આઈપીઓ છે. જોકે, રોકાણકારો તરફથી તેને ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. 8થી 10 નવેમ્બર દરમિયાન તે 1.89 ગણો ભરાયો હતો.

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક સ્કૂલ શિક્ષકના પુત્ર વિજય શેખર શર્માએ 2010માં પેટીએમની સ્થાપના કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ રોક મ્યુઝિક સાંભળીને ઈંગ્લિશ શીખ્યા છે. ચાર વર્ષ અગાઉ 38 વર્ષની વયે તેઓ ભારતના યંગેસ્ટ ડોલર બિલિયોનેર બન્યા હતા. ફોર્બ્સ પ્રમાણે હાલમાં તેમની નેટવર્થ 2.4 બિલિયન ડોલર છે. પેટીએમમાં તેઓ 14 ટકા હિસ્સો ધરાવે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *