pavagadh temple: પાવાગઢ મંદિરમાં એક ભક્તે માતાને ચડાવ્યું સોનાનું છત્ર, 1.11 કરોડ રૂપિયાનું આપ્યું દાન – a devotee donated gold chhatra and rs 1 crore at the mahakali temple in pavagadh

[ad_1]

હાઈલાઈટ્સ:

  • શુક્રવારે દેવ દિવાળી નિમિત્તે પાવાગઢમાં બિરાજમાન મહાકાળી મંદિરમાં ઉમટી હતી ભક્તોની ભીડ
  • વર્ષ 1995થી દર પૂનમે મહાકાળી માના દર્શને આવતા માઈ ભક્તે આપ્યું સૌથી મોટું દાન
  • દેવ દિવાળી પર મહાકાળી માતાને 225 જેટલી વાનગીઓનો અન્નકૂટ ભોગ ધરાવામાં આવ્યો

વડોદરાઃ યાત્રાધામ પાવાગઢમાં બિરાજમાન મહાકાળીના મંદિરમાં શુક્રવારે દેવ દિવાળીના દિવસે એક ભક્તે 1.25 કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. મંદિરને મળેલું આ અત્યારસુધીનું સૌથી મોટું દાન હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એક વેપારીએ આ દાન આપ્યું હતું. વેપારીનું માનવું છે કે, મહાકાળી માતાના આશીર્વાદથી તેમની સફળતા અને પ્રગતિ શક્ય બની છે.

pavagadh

તસવીર સૌજન્યઃ પાવાગઢ મંદિર ફેસબુક પરથી સાભાર

તિરુપતિ બાલાજીમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ, શ્રદ્ધાળુઓ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા
હિંમતનગરના બાબુલાલ રાજપુરોહિતે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તેઓ 1995થી મંદિરના દર્શનાર્થે આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમનો દીકરો પણ 1996થી દર પૂનમે મંદિરે આવે છે. રાજપુરોહિતે મંદિરમાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે, તેઓ 55 વર્ષથી હિંમતનગરમાં રહે છે અને શણીની થેલીઓ, પશુઓનો ચારો તેમજ ટ્રાન્સપોર્ટેશનના ધંધમાં સામેલ છે.

‘માતાના આશીર્વાદથી જ મારી પ્રગતિ થઈ છે’, તેમ તેમણે કહ્યું હતું. રાજપુરોહિતે હિંમતનગરમાં મહાકાળી અને અન્ય મંદિરો બનાવ્યા છે, તેઓ કેટલાક મંદિરોના સંચાલનમાં પણ સામેલ છે.

પાવાગઢ મંદિર

તસવીર સૌજન્યઃ પાવાગઢ મંદિરના ફેસબુક પરથી સાભાર

ગુજરાતી સિંગર પર લોકોએ ડબ્બા ભરી ભરીને વરસાવ્યા રૂપિયા
દેવ દિવાળીનું ખાસ મહત્વ હોય છે અને આ દિવસે દરેક મંદિરમાં ઉત્સવ જેવો માહોલ હોય છે. શુક્રવારે પાવાગઢ મંદિરમાં પણ ભવ્ય અન્નકૂટ ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 225 જેટલી વાનગીઓનો અન્નકૂટ ભોગ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. પૂનમ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને ઉમટ્યા હતા. એક લાખથી વધુ ભક્તોએ માતાના આર્શીવાદ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો. મંદિરમાં અન્નકૂટની સાથે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ આયોજન મંદિરના સંચાલકોએ કર્યું હતું. જેનો લાભ ઘણા ભક્તોએ લીધો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *