Parimal Garden Redevelopment: વર્ષો જૂનું પરિમલ ગાર્ડન આધુનિક બનશે, રૂ. 10 કરોડના ખર્ચે રિડેવલપ કરાશે – years old parimal garden will be modernized, it will be redeveloped at a cost of rs 10 crore

[ad_1]

અમદાવાદ: શહેરના વર્ષો જૂના પરિમલ ગાર્ડનને 20 ફૂટ કાપીને આંબાવાડી તરફ જવાનો રસ્તો પહોળો કરાશે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ટ્રાફિકની વધતી જતી સમસ્યાના ઉકેલ માટે AMC દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેથી આંબાવાડીથી પરિમલ ચાર રસ્તા સુધીનો રોડ પહોળો કરવા માટે ગાર્ડનની 20 ફૂટ જમીન કપાત કરવામાં આવશે. આ મામલે રિક્રિએશન કમિટીની ચેરમેન રાજુ દવેએ જણાવ્યુ કે, 36000 ચો.મી. જમીનમાં પથરાયેલા પરિમલ ગાર્ડનમાં વર્ષોથી કોઈ નોંધપાત્ર વિકાસ કાર્ય કરવામાં આવ્યું નહોતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, શહેરના અન્ય બાગ-બગીચામાં ઓપન જીમ્નેશિયમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે તેવી સુવિધા પરિમલ ગાર્ડનમાં નથી હાલમાં AMC દ્વારા આંબાવાડી બજારથી પરિમલ જંક્શન સુધીનો રોડ પહોળો કરવા માટે પરિમલ ગાર્ડનની 20 ફૂટ જમીન કપાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે-સાથે પરમિલ ગાર્ડનને નવેસરથી ડેવલપ કરવા માટે 10 કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવશે.

પરિમલ ગાર્ડનમાં વર્ષો સુવિધાઓ વધારાશે
રિક્રિએશન કમિટીની ચેરમેનના વધુમાં જણાવ્યા અનુસાર હવે પરમિલ ગાર્ડનમાં પણ બે માળનું જિમ્નેશિયમ, પે એન્ડ યુઝ પાર્કિંગ, વોક વે, નેચર કોર્નર ગઝેબો, પાણીની ટાંકી, સ્પોર્ટ્સ એરિયા, બાળકો માટે અલગ રમતગમતના સાધનો, ઓપન થિયેટર તેમજ યોગ માટે અલાયદો યોગ એરિયા સહિતની સુવિધાઓ વિકસાવાશે.

ગાર્ડનમાં ઓપન જીમ પણ બનાવવામાં આવશે
આ ઉપરાંત રાજુભાઈ દવેએ વધુમાં કહ્યું કે, આંબાવાડી બજારથી પરમિલ જંક્શન સુધી 20 ફૂટ જમીન કપાત કરવામાં આવશે તેમાં જેટલા વૃક્ષ છે તે કાપવાને બદલે પરિમલ ગાર્ડનમાં રિપ્લાન્ટ કરાશે. તેમજ પરિમલ ગાર્ડનમાં નાનુ તળાવ પણ બનાવવામાં આવશે, જેમાં ફુવારો પણ મુકવામાં આવશે. ઉપરાંત જે લોકોને જીમ્નેશિયમમાં ના જવું હોય તેમના માટે ઓપન જિમ પણ બનાવવામાં આવશે. જેમાં સાયક્લિંગ અને કસરતના સાધનો મુકાશે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *