Paper Leak Case: Paper Leak Case: પ્રાંતિજમાં જમાઈએ સસરાના ઘરે જઈને પેપર સોલ્વ કર્યું હતું – gujarat head clerk paper leak case son-in-law solved paper at his father-in-law’s house

[ad_1]

હિંમતનગર: 12 ડિસેમ્બરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની વર્ગ-3 માટેની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે અગાઉ કોઈપણ સમય પ્રશ્નપત્ર લીક કરીને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ, ઉંછા, હિંમતનગર તાલુકાના કાંણીયોલ અને વિસનગરના બાસણા ગામમાં પેપર સોલ્વ કરાવીને તેમજ તે સ્થળ પરથી પરીક્ષાર્થીઓને ખાનગી વાહનમાં બેસાડીને નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની સગવડ કરી આપવાના પુરાવાઓ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહએ પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકાર હરકતમાં આવતો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં એ પણ સામે આવ્યું છે કે, પ્રાંતિજમાં તો જમાઈએ સસરાના ઘરે જઈને પેપર સોલ્વ કર્યું હતું.

લાખો રૂપિયામાં પેપરની નકલો વેચાઈ હોવાનું સામે આવ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાંતિજ તાલુકાના ઉંછાના રહીશ જશવંત હરગોવનભાઈ પટેલ તથા તેના પુત્ર દર્શન જશવંત પટેલ પોગલુ ખાતે રહેતા તેના સસરા મહેન્દ્રભાઈ એસ પટેલના ઘરે પાંચ પરીક્ષાર્થીઓને લઈ ગયો હતો અને ઘરમાં જ બેસાડીને પેપર સોલ્વ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પોલીસ તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે, પરીક્ષાનું પ્રશ્નપત્ર 10થી 15 લાખમાં પરીક્ષાર્થીઓને વેચી પુસ્તકો ઉપલબ્ધ કરાવીને પ્રશ્નપક્ષ સલવ કરાવીને પરીક્ષાર્થીઓને તેઓના નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની સગવડ કરી આપી હતી.

કયા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
1. જયેશ પટેલ
2. જશવંત પટેલ
3. દેવલ પટેલ
4. ધ્રુવ બારોટ
5. મહેશ પટેલ
6. ચિંતન પટેલ
7. કુલદીપ પટેલ
8. દર્શન વ્યાસ
9. સતિષ પટેલ
10. સુરેશ પટેલ
11. મહેન્દ્ર પટેલ

પેપર લીકનો સૂત્રધાર જયેશ પટેલ અગાઉ પણ ગુનામાં સંડોવાયેલો
મીડિયા રિપોર્ટ અનુસાર જયેશ ઉર્ફે મુકેશ ઈશ્વર પટેલ ગામ ઉંછા પહેલા ફેન્સગ્રુપ નામની સ્કીમ ચલાવી હતી અને લોકોના નાણાં પચાયા હોવાથી તેની સામે કેસ થયો છે. જ્યારે જશવંત પટેલ જયેશના કુટુંબી ભાઈ થાય અને દેવલ જશવંતભાઈનો બાબો એટલે જયેશનો કુટુંબી ભત્રીજા થાય છે તો વદરાડ ખાતે રહેતો ચિંતન પટેલ ફુઆ થાય છે તો જયેશ પટેલની પત્ની ધાનેરા તાલુકામાં શિક્ષિકા તરીકે ફરડ બજાવે છે અને પતિ જયેશની સાથે ધાનેરામાં રહે છે. તપાસમાં સામે આવ્યા મુજબ મહેશ પટેલ અને દેવલ પટેલે તમામ પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાવ્યા બાદ પ્રાંતિજી હોટલમાં લાવીને તમામના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરાવી દીધા હતા

પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલાઓ સામે ગુજસીટોક દાખલ કરાશે!
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે મોડીરાતે પેપર લીક મુદ્દે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હજી ફરાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે, સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *