[ad_1]
હાઈલાઈટ્સ:
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષાના પેપર લીકનો મામલો
- 12 ડિસેમ્બરે સાબરકાંઠા જિલ્લામાંથી હેડ કલાર્કની પરીક્ષાનું પેપલ લીક થયું હતું
- પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 આરોપી સામે ગુનો નોંધાયો, 8ની ધરપકડ, 3 ફરાર
વિદ્યાર્થીઓએ મહેન્દ્ર પટેલના ઘરે પેપર સોલ્વ કર્યા હતા
જેમાં પ્રાંતિજ તાલુકાાના ઉંછા ગામના રહીશ જયેશ પટેલે કોઈપણ રીતે હેડ કલાર્કની પરીક્ષાનું પેપરની નકલ મેળવીને પરીક્ષાના આગલા દિવસે એટલે કે તા 11 ડિસેમ્બરના રોજ ગામના રહીશ જશવંત પટલે તથા તેના પુત્ર દેવલ પટેલને આપ્યું હતું. ત્યારબાદ દેવલ પટેલે પોગલુ ગામે રહેતા સસરા મહેન્દ્ર એસ પટેલના ઘરે વધુ પાંચ પરીક્ષાર્થીઓને લઈ ગયો હતો અને જ્યાં મહેન્દ્ર પટેલે તેમને પેપર તથા પુસ્તકો આપીને પ્રશ્નપત્ર સોલ્વ કરાવવા બેસાડ્યા હતા.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહેન્દ્ર પટેલની ઉમેદવારી
મીડિયા રિપોર્ટ મુજબ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા મહેન્દ્રભાઈ એસ પટેલ પ્રાતિંજ તાલુકાના પોગલ ગામનો વતની છે અને ખેતી કરે છે. 19 ડિસેમ્બરના રોજ યોજાનારી પોગલુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે તેણે ઉમેદવારી નોંધાવી હોવાનું સામે આવ્યું છે.
પેપર લીકનો સૂત્રધાર જયેશ પટેલ અગાઉ પણ ગુનામાં સંડોવાયેલો
મીડિયા રિપોર્ટ અનુસાર જયેશ ઉર્ફે મુકેશ ઈશ્વર પટેલ ગામ ઉંછા પહેલા ફેન્સગ્રુપ નામની સ્કીમ ચલાવી હતી અને લોકોના નાણાં પચાયા હોવાથી તેની સામે કેસ થયો છે. જ્યારે જશવંત પટેલ જયેશના કુટુંબી ભાઈ થાય અને દેવલ જશવંતભાઈનો બાબો એટલે જયેશનો કુટુંબી ભત્રીજા થાય છે તો વદરાડ ખાતે રહેતો ચિંતન પટેલ ફુઆ થાય છે તો જયેશ પટેલની પત્ની ધાનેરા તાલુકામાં શિક્ષિકા તરીકે ફરડ બજાવે છે અને પતિ જયેશની સાથે ધાનેરામાં રહે છે. તપાસમાં સામે આવ્યા મુજબ મહેશ પટેલ અને દેવલ પટેલે તમામ પરીક્ષાર્થીઓને પેપર સોલ્વ કરાવ્યા બાદ પ્રાંતિજી હોટલમાં લાવીને તમામના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરાવી દીધા હતા.
[ad_2]
Source link
Leave a Reply