[ad_1]
હાઈલાઈટ્સ:
- આરોપીના મોબાઈલમાંથી મળી હતી અશ્લીલ વિડીયો ક્લિપ્સ, જેની પણ કોર્ટે નોંધ લીધી
- દિનેશના ઈરાદા પારખી ગયેલી છોકરીએ બચવા માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ આરોપીએ તેને પિંખી નાખી
- કોર્ટે 10 દિવસમાં 32 સાક્ષીઓને તપાસીને ઝડપથી ટ્રાયલ પૂરી કરી સજા ફટકારી
સેકન્ડ એડિશનલ સેશન્સ જજ અને પોક્સો સ્પેશિયલ જજ એન.એ. અંજારિયાની કોર્ટે દિનેશ બૈસાણેને ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટે 10 દિવસમાં જ 32 સાક્ષીઓને તપાસીને ઝડપથી ટ્રાયલ પૂરી કરી હતી. આ કેસમાં કોર્ટમાં પોલીસ દ્વારા 232 પાનાંની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પોલીસે આ કાર્યવાહી ક્રાઈમ થયાના 15 દિવસમાં પૂર્ણ કરી હતી. જેમાં 69 સાક્ષી અને પુરાવાની નોંધ લેવામાં આવી હતી. પુરાવામાં પીડિતા અને આરોપીના ડીએનએ પ્રોફાઈલિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક સીસીટીવી વિડીયો પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો, જેમાં દિનેશ બાળકીને લઈ જતો દેખાતો હતો.
કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા સાયન્ટિફિક પુરાવામાં પીડિતાના કપડાં પરથી મળેલા લોહીના ડાઘ, આરોપીના શરીર પર બચકું ભર્યાનું તેમજ નખ માર્યાના નિશાનનો સમાવેશ થાય છે. આ કેસમાં એક રિક્ષાવાળો તેમજ વડાપાંવની દુકાન પર કામ કરતા વ્યક્તિ મહત્વના સાક્ષી હતા. બંનેએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. દિનેશ છોકરીને 9 ડિસેમ્બરના રોજ તેના ઘરેથી વડાપાંવ ખવડાવવાની લાલચે બહાર લઈ ગયો હતો.
છોકરીને ઘરની બહાર લઈ જઈ દિનેશ તેને એક અવાવરું સ્થળે લઈ ગયો હતો, જ્યાં તેણે તેના પર રેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. છોકરીએ બૂમાબૂમ કરતાં દિનેશને પોતે પકડાઈ જશે તેવો ડર લાગ્યો હતો, જેના કારણે તેણે પીડિતાની હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે, પીડિતાને સ્કૂલમાં ગુડ ટચ અને બેડ ટચ વિશે ટ્રેનિંગ અપાઈ હતી. જેના પરિણામે તે દિનેશના ઈરાદા પારખી ગઈ હતી, અને તેણે પોતાનો બચાવ કરવા પ્રયાસ કર્યા હતા. મોતને ભેટેલી પીડિતાના માતાપિતા મજૂરી કરે છે. તેઓ બાળકીને પોતાના સંબંધીના ઘરે મૂકીને કામ પર જતા હતા. દિનેશ બાળકીના સંબંધીના ઘરની બાજુમાં જ રહેતો હતો.
[ad_2]
Source link
Leave a Reply