[ad_1]
Nilay Bhavsar | I am Gujarat | Updated: Nov 21, 2021, 4:57 PM
નવસારીમાં એક મહિનામાં 50થી વધુ ગાડીઓ અને ઘરોના કાચ તોડીને આતંક મચાવનાર કપિરાજ આખરે પાંજરે પૂરાયો.

હાઈલાઈટ્સ:
- આ કપિરાજે સુપા ગામે અનેક વાહનો અને ઘરના બારીઓના કાચને નિશાન બનાવ્યા હતા.
- ગામમાં પાર્ક કરેલા વાહનોના સાઈડ મિરર તોડવાની ઘટના પણ કેમેરામાં કેદ થઈ હતી.
- આ કપિરાજ દ્વારા ઘણાં સમયથી બાઈકના સાઈડ મિરર, ઘરના બારીના કાચ તોડતા ગામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મળતી માહિતી મુજબ, નવસારીના સુપામાં તોફાની કપિરાજે હાહાકાર મચાવ્યો હતો. જે વસ્તુ પર નજર જાય તેને આ કપિરાજ તરત તોડી નાખી નુકસાન પહોંચાડતો હતો. જેથી ગ્રામજનો પરેશાન થયા હતા. જોકે, આ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગે કપિરાજને પૂરવા માટે પાંજરૂ મુક્યું હતું. જેમાં આજે રવિવારે કપિરાજ પૂરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ કપિરાજ દ્વારા ઘણાં સમયથી બાઈકના સાઈડ મિરર, ઘરના બારીના કાચ તોડતા ગામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તોફાની કપિરાજ ગામમાં આવેલા વાહનો કે ગાડીઓના કાચ તોડીને તેમાં મુકેલી ચીજવસ્તુઓ ઉઠાવી જતો હતો. આ કપિરાજે આખા ગામમાં ડરનું વાતાવરણ ઊભું કર્યું હતું. આ કપિરાજ ક્યારેક લોકોના ઘરની બારીઓના કાચ તોડી નાખતો અને ક્યારેક ઘરની બહાર પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાખતો હતો. પરંતુ જો તેને ભગાડવાના પ્રયાસ કરવામાં આવે તો લોકોએ તેના હુમલાનો શિકાર પણ બનવું પડ્યું હતું.
આ કપિરાજે છેલ્લાં એક મહિનામાં ગામમાં 50થી વધુ ગાડીઓ અને ઘરોમાં મૂકેલા સામાનને નુકસાન પહોચાડ્યું હતું. કપિરાજને પકડવા માટે વન-વિભાગ દ્વારા પાંજરું પણ મૂકવામાં આવ્યું હતું. ત્યારે આજે રવિવારે વહેલી સવારે કપિરાજ પાંજરે પૂરાતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કપિરાજે ગામમાં ડરનું વાતાવરણ ઊભું કર્યું છે. ક્યારેક લોકોની ઘરની બારીઓના તો ક્યારેક બહાર પાર્ક કરેલા વાહનોના કાચ તોડીને સાથે લઈ જતો હતો.
આસપાસના શહેરોના સમાચાર
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ
Gujarati News from Iam Gujarat, TIL Network
[ad_2]
Source link
Leave a Reply