omicron total case in india: દેશમાં ઓમિક્રોનના 500થી વધુ દર્દીઓ, કુલ 19 રાજ્યોમાં ફેલાયો – omicron cases hike in india 31 new cases founf in maharashtra on sunday

[ad_1]

હાઈલાઈટ્સ:

  • દેશમાં ઓમિક્રોનના સૌથી વધુ 141 કેસ મહારાષ્ટ્રમાં છે
  • ગુજરાતમાં પણ ઓમિક્રોનના 49 કેસ સામે આવી ચૂક્યા છે
  • અત્યાર સુધી દેશના 19 રાજ્યોમાં ફેલાઇ ચૂક્યો છે ઓમિક્રોન

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના કુલ દર્દી વધીને 509 થઇ ગયા છે. રવિવારે હિમાચલ પ્રદેશમાં ઓમિક્રોનના પહેલા કેસ અને ઓડિશાથી ઓમિક્રોનના 4 નવા કેસ સામે આવ્યા છે. આ ચારે લોકો વિદેશથી ભારત આવ્યા હતા, જેમાંથી 2 નાઇઝિરિયા, 1 યૂએઇ અને 1 સાઉદી અરબથી ભારત આવ્યો હતો. આ સાથે ઓડિશામાં ઓમિક્રોનના કુલ દર્દી વધીને 8 થયા છે. આ સિવાય મધ્ય પ્રદેશમાં ઓમિક્રોનના 8 કેસ સામે આવી ચૂક્યા છે.

ઓમિક્રોન સંક્રમણના ઝડપી ફેલાવાને લઇને સૌથી ચિંતાજનક સ્થિતિ મહારાષ્ટ્રમાં પેદા થઇ છે. કારણ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના અત્યાર સુધી 141 કેસ સામે આવી ચૂક્યા છે. આજે રવિવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 31 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે દક્ષિણના રાજ્ય કેરલમાં પણ ઓમિક્રોનથી સંક્રમિત અન્ય 19 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે અહીં ઓમિક્રોનના કુલ કેસ વધીને 57 થયા છે.

દક્ષિણ આફ્રિકામાંથી શોધાયેલો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ઝડપથી પ્રસરે છે અને રસી લઇ ચૂકેલા લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. એના પરિણામ રુપે ગણતરીના દિવસોમાં જ દુનિયાના અનેક દેશોમાં પહોંચી ચૂકેલો ઓમિક્રોન વેરિયન્ટ હવે ભારતમાં પણ ગંભીર સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. રાજ્ય સ્તરે ઓમિક્રોનના કેસની માહિતી લઇ તો, અત્યાર સુધી સૌથી વધુ 141 કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. જે પછી રાજસ્થાનમાંથી 43 કેસ, દિલ્હીમાંથી 79, ગુજરાતમાં 49 કેસ, મધ્ય પ્રદેશમાં 8, ઉત્તર પ્રદેશમાં 2, જમ્મુમાં 3, કેરલમાં 57, કર્ણાટકમાં 31, તેલંગાણામાં 41, આંધ્ર પ્રદેશમાં 1, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 1-1, જ્યારે હરિયાણામાં 6 કેસ સામે આવી ચૂક્યા છે. આ સિવાય ચંદીગઢમાં 1, પશ્ચિમ બંગાળમાં 2, તમિલનાડુમા 34, ઓડિશામાં 8 અને લદાખમાં 1 કેસ સામે આવી ચૂક્યો છે.

દેશમાં કોવિડ પર બનેલી ડોક્ટર્સની એક્સપર્ટ કમિટીએ ચેતવણી આપી છે કે ઓમિક્રોનના વધતાં સંક્રમણને રોકી શકાય એમ નથી. નવા વેરિયન્ટના કેસ દર બે દિવસે ડબલ થઇ રહ્યા છે. દેશમાં ત્રીજી લહેર જાન્યુઆરીમાં આવી શકે છે. ઓમિક્રોનની સૌથી ચિંતાજનક વાત એ છે કે, આ વેરિયન્ટ બાળકોને ઝડપથી સંક્રમિત કરી રહ્યું છે, આ સિવાય વેક્સીન લઇ ચૂકેલા લોકોને પણ સંક્રમિત કરી રહ્યું છે.
મહારાષ્ટ્રના આંકડા ડરાવી રહ્યા છે! એક જ શાળાના કુલ 48 વિદ્યાર્થી અને 3 કર્મચારી કોરોના પોઝિટિવએની ફેલાવાની ઝડપ ભારત જેવા ગીચ વસ્તી વાળા દેશ માટે સૌથી મોટો પડકાર છે. એમાં પણ દેશમાં તહેવારોની સિઝનથી કોરોના નિયમોને ભૂલી જવામાં આવ્યા છે. લોકો માસ્ક પહેરવાનું ભૂલી રહ્યા છે એની સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોને પણ બાજુમાં મુકી દીધા છે. ઠેરઠેર લોકોના ટોળા, પર્યટન સ્થળોએ ઉમટી રહેલી ભીડ, લગ્ન પ્રસંગો, ચૂંટણીઓની સભાઓ જેવા પરિબળો ઓમિક્રોનના સંક્રમણને ઝડપથી ફેલાવાના સ્ત્રોત પૂરા પાડી રહ્યા છે. અહીં સુધી કે મોટાભાગના રાજ્યોમાં શાળા-કોલેજો પણ ખુલી ગઇ છે અને મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ શાળામાં જતા-આવતાં થયા છે.
ઓમિક્રોનના ડર વચ્ચે દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુનું એલાન, વધી રહ્યા છે કોરોનાના કેસ‘ભારતમાં ઓમિક્રોનનું જોર વધશે, પરંતુ કેસો હળવા હશે અને વેક્સીન મદદરૂપ થશે’

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *