omicron three times contagious than delta: ડેલ્ટાથી 3 ઘણો વધુ ચેપી છે ઓમિક્રોન, કેન્દ્રએ રાજ્યોને કહ્યું-જરૂર પડે તો નાઈટ કર્ફ્યુ લગાવો – omicrom is three times contagious than delta, center asked to states to impose night curfew if necessary

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઓછામાં ઓછો ત્રણ ઘણો વધુ ચેપી
  • નવા વેરિયન્ટના ખતરાને જોતા કેન્દ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર, કર્યા અલર્ટ
  • નાઈટ કર્ફ્યુ લગાવો, મોટી સભાઓ માટે કડક નિયમોનો પત્રમાં ઉલ્લેખ

નવી દિલ્હીઃ કેન્દ્રએ મંગળવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે, કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં ઓછામાં ઓછો ત્રણ ઘણો વધારે ચેપી છે. સાથે જ કેન્દ્ર સરકારે ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને સક્રિય કરવાની સાથે જિલ્લા અને સ્થાનિક સ્તરે પણ સખત કાર્યવાહી કરવી જોઈએ.

રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પરિક્ષણ અને દેખરેખ વધારવા સિવાય નાઈટ કર્ફ્યુ લગાવવાની, મોટી સભાઓમાં સખત નિયમો, લગ્નો અને અંતિમ સંસ્કારોમાં લોકોની સંખ્યા ઘટાડવા જેવા નિર્ણયોને લાગૂ કરવાની સલાહ પણ આપી છે.
તમિલનાડુમાં કોરોના બોંબ ફૂટ્યો, એક દિવસમાં 602 નવા કેસ અને 5ના મોત
પત્રમાં એવા ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે કે, જેને દેશના વિવિધ વિસ્તારોમાં કોવિડ-19ના કેસમાં વધારામાં શરૂઆતી લક્ષણોની સાથો સાથ ચિંતા વધારતા સ્વરૂપ ઓમિક્રોનને શોધવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જિલ્લા સ્તર પર કોવિડ-19થી પ્રભાવિતથી જનસંખ્યા, ભૌગોલિક પ્રસાર, હોસ્પિટલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેનો ઉપયોગ, માનવબળ, કન્ટેઈનમેન્ટ ઝોનને સૂચિત કરવા, સામે આવતા કેસોની સમીક્ષા થવી જોઈએ.
ગુજરાતીઓ ચેતી જજો: ફરી માથું ઊંચકી રહ્યો છે કોરોના, નવા 87 કેસ અને 2નાં મોત
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં કહ્યું છે કે, આવી રણનીતિ એ સુનિશ્ચિત કરે છે કે, સંક્રમણ રાજ્યના અન્ય વિસ્તારોમાં ફેલાતા પહેલાં સ્થાનિક સ્તરે જ નિયંત્રણ થાય છે. તેઓએ કહ્યું કે, મહેરબાની કરીને વોર રૂમ, ઈઓસીને સક્રિય કરો અને તમામ સ્થિતિ અને વૃદ્ધિનું વિશ્લેષણ કરતા રહો, ભલે તે ગમે તેટલું નાનુ કેમ ન હોય અને જિલ્લા તથા સ્થાનિક સ્તરે સક્રિય પગલાં લો.

ક્ષેત્રના અધિકારીઓ સાથે નિયમિત સમીક્ષા અને આ સંબંધે સક્રિય કાર્યવાહી નિશ્ચિત રૂપેથી સંક્રમણના પ્રસારને નિયંત્રિત કરશે. રાજેશ ભૂષણે કહ્યું કે, કોવિડ પોઝિટિવ મામલામાં તમામ નવા સમૂહોના મામલે નો એન્ટ્રી જોન, બફર જોનની તાત્કાલિક સૂચના આપવી જોઈએ અને હાલની માર્ગદર્શિકા અનુસાર, કેન્ટેઈનમેન્ટ ઝોન પર સખત નિયંત્રણની ખાતરી કરવી જોઈએ.

તમે ટેસ્ટ કરી છે ચાંદખેડામાં ફેમસ નવરંગની દાબેલી?

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *