omicron symptoms: ઓમિક્રોનના દર્દીઓમાં જોવા મળે છે ત્રણ મુખ્ય લક્ષણો, ડેલ્ટા વેરિયન્ટથી છે એકદમ અલગ – three major symptoms are seen in patients infected with the omcron variant

[ad_1]

હાઈલાઈટ્સ:

  • ઓમિક્રોનના દર્દીઓમાં જોવા મળે છે અત્યંત નબળાઈ, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો
  • ઓમિક્રોનના દર્દીઓમાં ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓ જેવા એક પણ લક્ષણ જોવા નથી મળતા
  • જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સ્થિતિ વધુ સંવેદનશીલ બનવાનો નિષ્ણાતોને ભય

સુરતઃ રાજ્યમાં કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના 23 કેસ નોંધાવાની સાથે, નિષ્ણાતો દર્દીઓમાં લક્ષણોની સમાનતાની જાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તેઓ અગાઉના ડેલ્ટા વેરિયન્ટ સંક્રમિત કેસમાં જોવા મળેલ ઉધરસ, શરદી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અથવા ગંધ ન આવવી જેવા સામાન્ય લક્ષણો શોધી શક્યા નહોતા. અત્યારસુધીમાં જે ત્રણ મુખ્ય લક્ષણો જોવામાં આવ્યા છે તેમાં અત્યંત નબળાઈ, માથાનો દુખાવો અને શરીરના દુખાવાની ફરિયાદ સામેલ છે.

ઓમિક્રોન પર બૂસ્ટર ડોઝ કેટલો અસરકારક, 183 દર્દીઓનાં રિવ્યૂ બાદ સામે આવી હકીકત
પલ્મોનોલોજિસ્ટ ડો. તુષાર પટેલે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ‘કોવિડ-19ના અગાઉના વેરિયન્ટ દરમિયાન દર્દીઓને શરદી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ, ગંધ ન આવવી તેમજ ફેફસામાં સંક્રમણ જેવી તકલીફ થતી હતી પરંતુ નવા ઓમિક્રોન વેરિયન્ટમાં આમાંથી એક પણ લક્ષણ નથી. આફ્રિકામાં થયેલી સ્ટડીમાં પણ ઓમિક્રોમનના દર્દીઓમાં ત્રણ લક્ષણો જોવા મળ્યા છે. આ લક્ષણો છે અત્યંત નબળાઈ, માથામાં દુખાવો અને શરીરમાં દુખાવો’.

ડો. પટેલ રાજ્યના કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે, જેની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુરુવારે ઓમિક્રોનના વધતા જતા કેસને લઈને બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી અને નવા વેરિયન્ટને પ્રસરતો અટકાવવા માટે નિવારક પગલાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઝડપથી ફેલાઈ રહેલા વેરિયન્ટને જોતા નિષ્ણાતોને ડર છે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સ્થિતિ વધુ સંવેદનશીલ બની શકે છે.

કોરોનાના વધતા કેસો વચ્ચે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય લંબાવાયો
પરિસ્થિતિ પર નજીકથી દેખરેખ રાખી રહેલા ડોક્ટરોએ પણ આગમન સમયે ટેસ્ટિંગ માત્ર જોખમી દેશોના મુસાફરો સુધી મર્યાદિત ન રાખીને, તમામ ઈન્ટરનેશનલ મુસાફરોનું ટેસ્ટિંગ કરવાનું સૂચન આપ્યું હતું. ‘હાલમાં, સરકારી માર્ગદર્શિકામાં 14 ‘જોખમી’ દેશમાંથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ટેસ્ટિંગ કરવાનો આદેશ છે. પરંતુ હવે આપણે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ટેસ્ટિંગ કરવું જોઈએ’, તેમ ડો. પટેલે ઉમેર્યું હતું.

‘અત્યારે તો જ્વાળામુખીની ટોચ પર બેસી રહેવા જેવું છે. અત્યારસુધીમાં, મોટાભાગના કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી હોય છે, પરંતુ જો તે કોમ્યુનિટી ટ્રાન્સમિશનમાં બદલાશે તો સ્થિતિ ખતરનાક બની જશે. વાયરસના વધુ ફેલાવાને રોકવા માટે, તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાતપણે ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઈનમાં મોકલવા જોઈએ’, તેમ ગુજરાત રાજ્યના ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના કોઓર્ડિનેટર ડો. મુકેશ મહેશ્વરીએ કહ્યું હતું.

‘કોરોનાની અગાઉની લહેર દરમિયાન, આપણે અમેરિકા અને યુકેમાં કેસમાં વધારો જોયો હતો. 15-20 દિવસ બાદ ભારતમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. શહેરીજનોએ કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ અને સરકારે પણ કડક નિયમો લાગુ કરવા જોઈએ’, તેમ ડો. મહેશ્વરીએ ઉમેર્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *