[ad_1]
હાઈલાઈટ્સ:
- ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા કુલ 70 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
- ઓમિક્રોનના દર્દી જ્યાં રહે છે તે સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી
- 42 વર્ષીય દર્દીનો સોમવારે ઓમિ્રોન વેરિયન્ટ માટેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
‘દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે વધુ એક ટેસ્ટ કરવામાં આવશે. કુલ 70 લોકો, કે જેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા તેમના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યારસુધીમાં તેમનામાંથી એક પણ પોઝિટિવ જોવા મળ્યા નથી’, તેમ આરોગ્ય અધિકારીએ કહ્યું હતું.
ઓમિક્રોન સામે આપણી રસી બિનઅસરકારક હોઈ શકે છે! નીતિ આયોગના વી.કે. પોલના નિવેદનથી ચિંતા વધી
આરોગ્ય ટીમો દ્વારા પરિવાર, મિત્રો અને દર્દીના પાડોશમાં પણ અન્ય લોકો સુધી ચેપ પહોંચ્યો છે કે કેમ તે જામવા માટે આક્રમક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એકે રોડ પરની દર્દીની રહેણાંક સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી છે અને આરોગ્ય ટીમો કડક નજર રાખી રહી છે.
આ દરમિયાન, શહેરમાં વધુ ચાર કોવિડ પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જ્યારે નવસારીમાં પાંચ લોકોનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. વલસાડમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, દક્ષિણ ગુજરાતીના અન્ય જિલ્લાઓમાંથી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નહોતો.
સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમોએ મહા રસીકરણના ભારૂપે 90 હજારથી વધુ ડોઝ આપ્યા હતા. શહેરના 343 સેન્ટર પર વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટાપાયે લોકોને રસી આપવાની તૈયારીઓ કરવામાં આવી હતી.
WHOએ વ્યક્ત કરી ચિંતાઃ ઓમિક્રોનથી વધી શકે છે મૃત્યુઆંક અને હોસ્પિટલાઈઝેશન
કુલ રસીમાંથી, લગભગ 15 હજાર લાભાર્થીઓએ પહેલો ડોઝ લીધો હતો. ‘મંગળવારે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કારણ કે અમે 1 લાખથી વધુ લોકોને રસી આપવા માટે તૈયાર હતા. એસએમસીએ રસી આપવાનું યથાવત્ રાખ્યું છે’, તેમ આરોગ્ય અધિકારીએ કહ્યું હતું.
જામનગરમાં સાત નવા કેસ નોંધાયા
મંગળવારે જામનગરમાં કુલ સાત લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી છ શહેરના હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ લગ્નમાં હાજરી આપવા માટે જયપુર ગયા હતા. રાજકોટમાં વધુ પાંચ લોકોનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તમામ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
[ad_2]
Source link
Leave a Reply