omicron case in india: દેશમાં ઓમિક્રોનના દર્દી વધીને 578 થયા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ – omicron cases highest daily cases reported in india

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વિતેલા દિવસોમાં દેશભરમાં કોરોના સંક્રમણના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે
  • દક્ષિણ આફ્રિકાથી આવેલો ઓમિક્રોન વેરિયન્ટ 19 રાજ્યોમાં ફેલાયો
  • ખૂબ જ ઝડપથી ફેલાય છે ઓમિક્રોનનું સંક્રમણ, ત્રીજી લહેરની ચેતવણી

નવી દિલ્હીઃ દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના એક જ દિવસમાં સૌથી વધુ 156 કેસ સામે આવ્યા છે. વિતેલા દિવસોથી સામે આવી રહેલા ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા હવે વધીને 578 સુધી પહોંચી ચૂકી છે.

દેશમાં કોરોનાના કેસમાં વધારા સાથે દક્ષિણ આફ્રિકાથી આવેલા ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં પણ ભારે ઉછાળો નોંધાયો છે. વૈજ્ઞાનિકોએ આપેલી ચેતવણી મુજબ દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જે પૈકી દિલ્હી અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સરકારી આંકડા મુજબ ઓમિક્રોન વેરિયન્ટ દેશના 19 રાજ્યોમાં ફેલાય ચૂક્યો છે.

ઓમિક્રોનના ઝડપથી ફેલાય રહેલા સંક્રમણ વચ્ચે સૌથી વધુ કેસ રાજધાની દિલ્હીમાંથી સામે આવી ચૂક્યા છે. અહીં ઓમિક્રોનના કુલ 142 કેસ સામે આવ્યા છે. તદ ઉપરાંત કોરોના સંક્રમણના કેસમાં પણ વધારો નોંધાયો છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 141 કેસ, કેરલમાં 57, ગુજરાતમાં 49, રાજસ્થાનમાં 43 અને તેલંગાણામાં 41 કેસ સામે આવી ચૂક્યા છે.
ઓમિક્રોનના ડર વચ્ચે દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુનું એલાન, વધી રહ્યા છે કોરોનાના કેસઆ સિવાય દેશમાં વિતેલા 24 કલાકમાં કુલ 6531 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ 315 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. એપ્રિલ-મે દરમિયાન દેશમાં કોરોના મહામારીની બીજી લહેર પીક પર હતી. આ સમયમાં દેશની કુલ વસ્તીનો બહુ મોટો હિસ્સો મહામારીથી પ્રભાવિત થયો હતો. જે પછી ધીમે-ધીમે નબળી પડી રહેલું સંક્રમણ હવે અચાનક વધી રહ્યું છે.
15-18 વર્ષના બાળકોને ફક્ત કોવેક્સિન જ અપાશે, કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈનએમાં પણ વિદેશથી આવેલા ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણમાં સ્થાનિકો પણ લપેટાઇ રહ્યા છે. વિદેશથી આવેલા નાગરિકો પૈકી મોટાભાગના લોકો દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી અથવા ઓમિક્રોનથી પ્રભાવિત દેશોની મુસાફરી કરીને ભારત આવ્યા હતા. પરંતુ એનું સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું છે, એ બહુ મોટી ચિંતાનો વિષય છે. કારણ કે દુનિયાભના નિષ્ણાંતો ઓમિક્રોન વેરિયન્ટને કોરોના મહામારીની આગામી લહેરનું કારણ ગણાવી રહ્યા છે.
કોરોનાની ત્રીજી લહેર અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *