omicron case in india: ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીઓ માટે કડક નિયમો બનાવે રાજ્યોની સરકાર, કેન્દ્રએ આપ્યો આદેશ – omicron case in india central govt advisory to states govt for festivals

[ad_1]

હાઈલાઈટ્સ:

  • દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 315ને પાર પહોંચ્યા છે
  • ગુરુવારે તમિલનાડુમાં ઓમિક્રોનના 33 નવા કેસ સામે આવ્યા
  • દિલ્હી સરકાર પહેલાં તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવી ચૂકી છે

નવી દિલ્હીઃ ગુરુવારે તમિલનાડુમાં ઓમિક્રોનના 33 નવા કેસ, કર્ણાટકમાં 12 અને કેરલમાં 5 નવા કેસ સામે આવ્યા પછી દેશમાં કુલ દર્દીઓનો આંકડો 315ને પાર કરી ગયો છે. ઓમિક્રોનનું સંક્રમણ ભારત સહિત 89થી વધુ દેશોમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. એવામાં ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક નિયમો લાગૂ કરવાની ભલામણ કરી છે.

દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે, એવામાં ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીઓ બાદ દેશમાં ઓમિક્રોનના કેસનો રાફડો ફાટી શકે છે. આમ ના બને એ માટે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરિપત્ર જાહેર કરી કડક નિયમો લાગૂ કરવા જણાવ્યું છે. કેન્દ્રે આદેશ આપ્યા છે કે રાજ્ય સરકારો સ્થાનિક સ્તરે ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીઓના આયોજન પર પ્રતિબંધ લગાવે. કેન્દ્રે તહેવારની સિઝનમાં રાત્રિ કર્ફ્યુ, મોટી સભાઓ, પાર્ટીના આયોજન સામે કડક નિયમો લાગૂ કરવાની સલાહ આપી છે.

દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો ઓમિક્રોન વેરિયન્ટ 89થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યા છે જ્યારે ભારતમાં પણ ઓમિક્રોનના કેસનો આંકડો 315ને પાર પહોંચી ગયો છે. જે કુલ 17 રાજ્યોમાંથી સામે આવ્યા છે. એવામાં ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટી સંક્રમણના ફેલાવાનું કારણ બની શકે છે. બીજી તરફ વિશ્વસ્તરે ઓમિક્રોનના ફેલાઇ ચૂકેલા સંક્રમણને લીધે જે ગંભીર પરિસ્થિતિ પેદા થઇ છે એને મહામારીની ત્રીજી લહેર તરીકે જોવામાં આવી રહી છે. આ પહેલા ભારતમાં ડેલ્ટા વેરિયન્ટના કાળો કહેર કોઇપણ નાગરિક ભૂલી શકે એમ નથી. આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ બીજી વાર પેદા ના થાય એ માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે અને કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્ય સરકારોને ખાસ કાળજી લેવા માટે જણાવી રહી છે.
દિલ્હીમાં ક્રિસમસ-ન્યૂ યર સેલિબ્રેશન પર રોક, ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને નિર્ણયદિલ્હીમાં કેજરીવાલ સરકારે પણ ક્રિસમસ અને ન્યૂ ઇયરની ઉજવણી પર પહેલા જ પ્રતિબંધ લગાવી દીધો છે.
તામિલનાડુમાં ઓમિક્રોન વિસ્ફોટ, એક જ દિવસમાં આવ્યા 33 નવા કેસયુરોપ-અમેરિકામાં કેસ વધારી રહ્યો છે ‘ડેલ્મીક્રોન’, ડેલ્ટા અને ઓમિક્રોનનું છે કોમ્બિનેશન

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *