olympic medalist neeraj chopra: 75 લાખની લગ્ઝરી કાર સાથે જોવા મળ્યો નીરજ ચોપરા, જુઓ Video – the olympic medalist neeraj chopra was spotted with a blue coloured ford mustang

[ad_1]

હાઈલાઈટ્સ:

  • વિડીયો વાયરલ થયો છે કે જેમાં ગોલ્ડન બૉય નીરજ ચોપરાનો સ્વેગ જોવા મળી રહ્યો છે.
  • ભારતમાં ફોર્ડ મોટર્સે હાલ તેની ગાડીઓનું પ્રોડક્શન બંધ કરી દીધું છે.
  • એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નીરજ ચોપરાએ જૂની એટલે કે સેકન્ડ હેન્ડ ફોર્ડ મસ્ટંગ કાર ખરીદી છે.

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનાર ગોલ્ડ મેડલિસ્ટ એથલિટ નીરજ ચોપરાને બાઈક અને કારનો શોખ છે. હાલમાં જ નીરજ ચોપરા એક મોંઘી લગ્ઝરી કાર ચલાવતો જોવા મળ્યો છે. ગત દિવસો દરમિયાન નીરજ ચોપરા ફોર્ડ મસ્ટંગ (Ford Mustang) ચલાવતો જોવા મળ્યો હતો.
ભારતમાં ઇલેક્ટ્રિક કારની બોલબાલા, હવે આ સ્વદેશી કંપની લાવી રહી છે ઇલેક્ટ્રિક ‘SUV’
મુંબઈની નંબર પ્લેટવાળી આ લગ્ઝરી કાર નીરજ ચોપરાએ ખરીદી છે કે પછી કોઈ બીજાની કાર ચલાવી રહ્યો છે તે વિશે હજુ સુધી જાણવા મળ્યું નથી. પણ, તેનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં ગોલ્ડન બૉય નીરજ ચોપરાનો સ્વેગ જોવા મળી રહ્યો છે. ભારતમાં ફોર્ડ મોટર્સે હાલ તેની ગાડીઓનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. સાથે-સાથે કંપનીએ લગ્ઝરી ગાડીઓનું વેચાણ પણ બંધ કરી દીધું છે. તેવામાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નીરજ ચોપરાએ જૂની એટલે કે સેકન્ડ હેન્ડ ફોર્ડ મસ્ટંગ કાર ખરીદી છે.
ટેસ્ટમાં અશ્વિનની વધુ એક મોટી સિદ્ધિ, તોડી નાંખ્યો હરભજન સિંહનો રેકોર્ડ
અહીં તમને જણાવી દઈએ કે ગત દિવસોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ નીરજ ચોપરાને પોતાની નવી એસયુવી મહિન્દ્રા એક્સયુવી 700ની જેવલીન ગોલ્ડ એડિશન ભેટ આપી હતી. જે તેને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા પર આપવામાં આવી છે. આ પહેલા નીરજ ચોપરા મોંઘા બાઈક સાથે જોવા મળ્યો હતો. આ કારની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ગોલ્ડ પેઈન્ટેડ ફ્રંટ ગ્રિલ સાથે અનેક વર્ટિકલ સ્લેટ્સ મૂકવામાં આવી છે. જે લૂકને શાનદાર બનાવે છે. ડોર હેન્ડલ્સ અને રિયર બેજિંગ પર પણ ગોલ્ડ કલર જોવા મળશે. કંપનીએ આ જેવલિન એડિશને મિડનાઈટ બ્લૂ એક્સટીરિયર કલરમાં રજૂ કરી છે.

https://www.youtube.com/watch?v=HHSforb3goE

અહીં નોંધનીય છે કે ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજ ચોપરાએ ભાલા ફેંક (Men’s javelin throw)ની ફાઇનલના મુકાબલામાં 87.58 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરા ટ્રેક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્લિટ બની ગયો છે. એક એવો પણ સમય હતો કે જ્યારે નીરજ ચોપરાનું વજન ખૂબ વધારે હતું અને તેણે વજન ઉતારીને ફિટનેસ જાળવીને ભાલા ફેંકમાં સફળતા મેળવી છે. નીરજ ચોપરા મેચના દિવસે માત્ર સલાડ અને ફળો ખાવાનું પસંદ કરે છે. તે દરરોજ બ્રેકફાસ્ટમાં બ્રાઉન બ્રેડ અને ઈંડા ખાવાનું પસંદ કરે છે. લંચ અને ડિનરમાં grilled chicken breast અને grilled salmon તેમજ ઈંડા ખાય છે. ભૂખ લાગે ત્યારે તાજો જ્યૂસ પીવાનું પસંદ કરે છે. આ સિવાય તેના ડાયટમાં સાલમન ફિશ પણ સામેલ છે.

નીરજ ચોપરાનું પ્રિય ફૂડ

નીરજ ચોપરાને વેજિટેબલ બિરયાની અને ઑમલેટ ખૂબ પસંદ છે. આ સિવાય તેને પકોડી પણ બહુ ભાવે છે. તેનું માનવું છે કે પકોડીમાં પાણી વધારે હોય છે એટલે તબિયત પર વધારે કોઈ અસર થતી નથી. નીરજ ચોપરા બને ત્યાં સુધી ગળ્યું ખાવાનું ટાળે છે અને તેને ઘરે બનાવેલું ચૂરમું ખૂબ પસંદ છે. નીરજ ચોપરાના ખેડૂત પરિવારમાં તેના માતા-પિતા સિવાય 3 કાકા સામેલ છે. એક જ છત નીચે રહેતા 19 સભ્યોના પરિવારમાં 10 પિતરાઈ ભાઈ-બહેનોમાં નીરજ ચોપરા સૌથી મોટો છે. વર્ષ 2017માં સેનામાં જોડાયા બાદ નીરજે કહ્યું હતું કે અમે ખેડૂત છીએ, પરિવારમાં કોઈની પાસે સરકારી નોકરી નથી. પણ હવે રાહતની વાત એ છે કે હું મારી પ્રેક્ટિસ ચાલુ રાખીશ અને પરિવારને આર્થિક મદદ પણ કરીશ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *