Ola Electric: ડિલિવરીમાં વિલંબ બાદ Ola Electricના ગ્રાહકો કરી રહ્યા છે નવી સમસ્યાઓનો સામનો – ola electric customers face fresh issues after delayed deliveries

[ad_1]

હાઈલાઈટ્સ:

  • જે ગ્રાહકોને સ્કૂટર મળ્યું છે તેઓ ક્ષતિગ્રસ્ત વાહનોથી લઈને સમગ્ર બોડી પર તિરાડો અને ઘસારા હતા
  • ગ્રાહકો ચાર્જર ઈન્સ્ટોલેશનમાં વિલંબ અને વીમા પોલિસીમાં વિસંગતતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે
  • ગ્રાહકો કંપનીએ કહેલી માઈલેજ પણ મળી રહી નથી તેવી ફરિયાદો કરી રહ્યા છે

બહુચર્ચિત ઓલા ઈલેક્ટ્રિકના ગ્રાહકોને શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા તો તેની ડિલિવરીમાં વિલંબ થયો હતો અને હવે તેઓ એક બીજી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઓલા ઈલેક્ટ્રીકે 15 ડિસેમ્બરે તેના ઈલેક્ટ્રિક સ્કૂટરની ડિલિવરી શરૂ કરી હતી, જે તેની ઓક્ટોબરની ડિલિવરીની ટાઈમલાઈનના પ્રારંભિક પ્લાનમાં નોંધપાત્ર વિલંબ હતો. કંપનીએ કહ્યું હતું કે તેણે ડિલિવરીના પ્રથમ દિવસે જ બેંગાલુરૂ અને ચેન્નઈમાં 100 ગ્રાહકોને સ્કૂટરની ડિલિવરી કરી હતી.

જો કે, જે ગ્રાહકોને સ્કૂટર મળ્યું છે તેઓ ક્ષતિગ્રસ્ત વાહનોથી લઈને સમગ્ર બોડી પર તિરાડો અને ઘસારા તથા ચાર્જર ઈન્સ્ટોલેશનમાં વિલંબ અને વીમા પોલિસીમાં વિસંગતતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રાહકો ઓછી માઈલેજની પણ ફરિયાદ કરી રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે કંપનીએ જે માઈલેજનું કહ્યું હતું તેટલી માઈલેજ તેનું સ્કૂટર આપી રહ્યું નથી.
આઈટી રેડમાં અત્તરના વેપારી પીયુષ જૈનના ઘરેથી મળેલાં રોકડા 177 કરોડ રૂપિયાનું શું થશે?એક મીડિયા સાથેની વાતચીતમાં ઓલા એસ1 પ્રો ખરીદનારા એક ગ્રાહક કાર્તિક વર્માએ જણાવ્યું હતું કે તેમને જે સ્કૂટર આપવામાં આવ્યું છે તેની સમગ્ર બોડીમાં તિરાડો અને ઘસારા જોવા મળ્યા છે. કંપનીએ તેમને જણાવ્યું હતું કે તે ક્ષતિગ્રસ્ત ભાગોને રિપેર કરી દેશે અને સ્કૂટર આપશે. પરંતુ વર્મા તેના વિરોધમાં છે અને તેમનું કહેવું છે કે જ્યારે તમે કોઈ પ્રોડક્ટ માટે રૂપિયા ચૂકવો છો ત્યારે તમે નવી પ્રોડક્ટ માટે ચૂકવો છો, રિપેરિંગ કરેલી પ્રોડક્ટ માટે નહીં.
તેમણે કહ્યું હતું કે કંપનીએ સ્કૂટર બદલવા અથવા તેનું બુકિંગ રદ કરવાનો ઈનકાર કર્યો છે કારણ કે તેઓએ પહેલેથી જ ટેમ્પરરી વ્હીકલ રેજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે વાહનના નુકસાનને કારણે કન્સેશન માટે પણ કહ્યું હતું, જે કંપનીએ નકારી કાઢ્યું હતું.

ઘણા ગ્રાહકોએ જણાવ્યું હતું કે જ્યારે ઓલાએ લોન્ચ સમયે પ્રો વેરિઅન્ટ માટે 181 કિમીની રેન્જનો દાવો કર્યો હતો અને આ સ્કૂટર્સ ટેસ્ટ રાઈડ દરમિયાન 150-152 કિલોમીટરની રેન્જ બતાવી રહ્યા હતા, ત્યારે ડિલિવરી કરાયેલ સ્કૂટર સંપૂર્ણ ચાર્જ પર માત્ર 135 કિલોમીટરની રેન્જ બતાવી રહ્યા હતા. તેમાંથી કેટલાકે કહ્યું કે વાસ્તવિક ઉપયોગ દરમિયાન તેઓને 98-100 કિલોમીટર જેટલી ઓછી રેન્જ પણ મળી હતી.
1 જાન્યુઆરીથી બદલાઇ રહેલા નિયમ નાગરિકોનો આર્થિક ભાર વધારશેયુઝર્સ ઓલા એપ દ્વારા રૂ. 2,359માં હોમ ચાર્જર ઈન્સ્ટોલ કરવાની વિનંતી કરી શકે છે. જો કે, આમાં માત્ર એક ચાર્જિંગ સોકેટ, કેબલ વાયરિંગ અને વોલ માઉન્ટ બ્રેકેટનો સમાવેશ થાય છે જેથી વપરાશકર્તાઓ તેમના પોર્ટેબલ ચાર્જરને લટકાવી શકે. તેની સરખામણીમાં, હરીફ Ather તેના ગ્રાહકોને રૂ. 1,800માં ડેડિકેટેડ હોમ ચાર્જર Ather Dot આપે છે.
કેટલાક અસંતુષ્ટ ગ્રાહકોએ ટ્વિટર પર એવી પણ ફરિયાદ કરી છે કે તેઓને 15 ડિસેમ્બરે ડિલિવરી ઈવેન્ટમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં ડિલિવરી આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓને હજુ સુધી સ્કૂટર ડિલિવર થયા નથી અથવા તેઓને ક્યારે મળશે તે અંગેની કોઈ સૂચના મળી નથી.

બ્લૂમબર્ગે 23 ડિસેમ્બરના રોજ અહેવાલ આપ્યો હતો કે ઓલા મેન્યુફેક્ચરિંગ સમસ્યાઓનો સામનો કરી રહી છે અને હાલમાં તે દિવસમાં માત્ર 150 યુનિટ જ બનાવી શકે છે. કંપનીની બોડી શોપ પણ અડધી ક્ષમતા પર કાર્યરત છે અને તેની પેઈન્ટ શોપ હજી કાર્યરત નથી.

સ્કૂટર પણ મોબાઈલ એપ વિના ડિલિવર કરવામાં આવ્યા હતા અને ઘણી સુવિધાઓ જેમ કે હિલ-હોલ્ડ ફીચર (પાછળ વળ્યા વિના ઢોળાવ પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરવાનું સરળ બનાવે છે), વોઈસ-એક્ટિવેટેડ કમાન્ડ્સ, ફોન પર એપ્લિકેશન દ્વારા રિમોટ અનલોકિંગ, સ્પીકર્સ દ્વારા સંગીત વગાડવું, અને વિઝ્યુઅલ મૂડ કે જે ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરના અવાજ અને લેઆઉટને બદલે છે, તે હજુ પણ સ્કૂટરમાંથી ખૂટે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *