nusrat jahan: લગ્ન તૂટ્યા બાદ પહેલી વખત નુસરત જહાંનો ખુલાસો, કહ્યું-‘હું યશ સાથે ભાગી હતી’ – nusrat jahan finally opened up about her relationship with yash dasgupta.

[ad_1]

હાઈલાઈટ્સ:

  • નુસરત જહાં અને યશ દાસગુપ્તાએ રેડિયો શૉ ‘ઈશ્ક વિથ નુસરત’માં ઘણાં ખુલાસા કર્યા.
  • નુસરત જહાંએ વધુમાં કહ્યું કે હું તારી સાથે ભાગી ગઈ હતી. મને તારી સાથે પ્રેમ થઈ ગયો અને આ મારી પસંદગી હતી. બાકી બધો ઈતિહાસ છે.
  • નુસરત જહાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે નિખિલ જૈન સાથેના લગ્નને અમાન્ય જણાવ્યા હતા.

એક્ટ્રેસ અને રાજકારણી નુસરત જહાં આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. પહેલા બિઝનેસમેન નિખિલ જૈન સાથેના લગ્નને અમાન્ય જણાવી સંબંધ તોડવો પછી એક્ટર યશ દાસગુપ્તાની નજીક આવવું. દરમિયાન નુસરત જહાં પ્રેગ્નેન્ટ હોવાના પણ સમાચાર આવ્યા. ત્યારે આ બાળકના પિતા કોણ છે અને યશ દાસગુપ્તા સાથે શું સંબંધ છે? તેવા ઘણાં સવાલો ઊભા થયા પણ નુસરતે ક્યારેય પણ સામે આવીને જવાબ આપ્યો નહીં. ત્યારે હવે એક્ટ્રેસ અને રાજકારણી નુસરત જહાંએ યશ સાથેના પોતાના સંબંધ વિશેની ખુલીને વાત કરી છે.

નુસરત જહાં અને યશ દાસગુપ્તાએ રેડિયો શૉ ‘ઈશ્ક વિથ નુસરત’માં ઘણાં ખુલાસા કર્યા. જ્યારે નુસરત અને યશને તેમની લવ સ્ટોરી વિશે પૂછાયું ત્યારે યશે નુસરતને જવાબ આપવા જણાવ્યું. જવાબમાં કહ્યું કે હું તારી સાથે ભાગી હતી. નુસરત જહાંએ વધુમાં કહ્યું કે હું તારી સાથે ભાગી ગઈ હતી. મને તારી સાથે પ્રેમ થઈ ગયો અને આ મારી પસંદગી હતી. બાકી બધો ઈતિહાસ છે.
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન્ગનો નવો અવતાર જોઇને ચોંકી ગઇ દુનિયા, ઓળખવા થયા મુશ્કેલ
જ્યારે યશના બીજા સવાલના જવાબમાં નુસરત જહાંએ કહ્યું કે એકબીજા સાથે રહેવાથી દરરોજ ખુશી આવે છે. આવું કરવું હંમેશાં સરળ નથી હોતું. પ્રેમ ખૂબ મુશ્કેલ છે પણ આ સાથે દરરોજ પુષ્કળ પ્રેમ સાથે ડીલ કરી શકીએ છીએ. અહીં નોંધનીય છે કે નુસરત જહાંએ ક્યારેય જાહેરમાં નથી સ્વીકાર્યું કે તેણે યશ સાથે લગ્ન કર્યા છે. પણ, કેટલીક પોસ્ટ એ વાતની પુષ્ટિ કરે છે કે તેઓ બંને લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. જ્યારે નુસરત જહાંએ દીકરા યીશાનને જન્મ આપ્યો ત્યારે તેણે બર્થ સર્ટિફિકેટ પર પિતાના નામ સામે યશ દાસગુપ્તાનું નામ લખ્યું હતું. ડિલિવરી વખતે પણ યશ તેની સાથે હાજર હતો અને તેનો ખ્યાલ રાખતો હતો.

નુસરત જહાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા કે જ્યારે નિખિલ જૈન સાથેના લગ્નને અમાન્ય જણાવ્યા હતા. બંનેએ વર્ષ 2019માં ટર્કીમાં લગ્ન કર્યા હતા અને પછી નુસરતે કહ્યું હતું કે મારા લગ્નને લિવ-ઈન રિલેશનશિપ માનવામાં આવે, કારણકે આ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર નથી.

[ad_2]

Source link