night curfew in delhi: ઓમિક્રોનના ડર વચ્ચે દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુનું એલાન, વધી રહ્યા છે કોરોનાના કેસ – kejriwal govt declared night curfew in capital delhi

[ad_1]

હાઈલાઈટ્સ:

  • દિલ્હીમાં ઓમિક્રોનના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે
  • દિલ્હીમાં સોમવારથી રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યું
  • બિન જરુરી સેવાઓ બંધ માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે ફરીથી પ્રતિબંધોનો સિલસિલો શરૂ થયો છે. કોરોના સંક્રમણ પર અંકુશ મેળવાના હેતુસર અનેક રાજ્યો પ્રતિબંધો લગાવી રહ્યા છે, એવામાં રાજધાની દિલ્હીમાં પણ સોમવારથી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી દેવામાં આવી છે.

મહામારી પકડ નબળી પડ્યા પછી દેશના મોટા ભાગના રાજ્યો ખુલવા લાગ્યા હતા અને કોરોના નિયમોના પાલન હેઠળ દેશવાસીઓ નિયમિત જીવનમાં પાછા ફરવાના પ્રયત્ન કરી રહ્યા હતા, એવામાં અચાનક વધી રહેલા કોરોના કેસને જોતાં પ્રતિબંધો ફરી લાગુ કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ માત્ર દિલ્હી જ નથી. આ પહેલા મધ્ય પ્રદેશ સરકાર પર રાત્રિ કર્ફ્યુનું એલાન કરી ચૂકી છે.

અન્ય રાજ્યો અને મહાનગરોની જેમ દિલ્હીમાં પણ કોરોના સંક્રમણ અને નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં વધારો થઇ રહ્યો છે. રવિવારે દિલ્હીમાં કોરોના સંક્રમનવા નવા 290 કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું નિધન થયું છે. દિલ્હી સરકારના રિપોર્ટ પરથી અનુમાન લગાવી શકાય છે પખવાડિયાથી દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસમાં ચિંતાજનક વધારો આવ્યો છે. જેને જોતાં કેજરીવાલ સરકારે સોમવારથી રાત્રિ કર્ફ્યુનું એલાન કર્યું છે. અહીં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બિનજરુરી સેવાઓને સદતંત બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, દક્ષિણ આફ્રિકામાંથી શોધાયેલો ઓમિક્રોન વેરિયન્ટ ભારત સહિત 89થી વધુ દેશોમાં ફેલાય ચૂક્યો છે. ભારતમાં પણ દિલ્હી, મુંબઇ જેવા મહાનગરો સહિત અનેક રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. આ પૈકી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ સૌથી વધુ છે જ્યારે દિલ્હીમાં પણ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.
મહારાષ્ટ્રના આંકડા ડરાવી રહ્યા છે! એક જ શાળાના કુલ 48 વિદ્યાર્થી અને 3 કર્મચારી કોરોના પોઝિટિવસ્થિતિને જોતાં કેન્દ્ર સરકારે પણ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું હતું. કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજ્ય સરકારોને મહામારીની ગંભીર પરિસ્થિતિ સામે લડવા માટે સજ્જ થવાની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું હતું. કેન્દ્ર મુજબ રાજ્યોએ જિલ્લા સ્તરે આરોગ્ય સેવાને મજબૂત કરવા અને કોરોના ગાઇડલાઇનનું કડક રીતે પાલન કરાવવાનું કહેવામાં આવ્યું હતું.
કોરોના મહામારી ફરી માથુ ઉચકી રહી છે! દક્ષિણ કોરિયામાં એક જ દિવસમાં સૌથી વધુ મોત‘મહારાષ્ટ્રમાં ઓક્સિજનની દૈનિક માંગ વધશે તો રાજ્યમાં લાગુ કરાઈ શકે છે લોકડાઉન’

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *