night curfew: કોરોનાના વધતા કેસો વચ્ચે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય લંબાવાયો – night curfew of main cities in gujarat from 11 to 5 will be applicable from 25th december 2021 amid covid 19

[ad_1]

| I am Gujarat | Updated: Dec 24, 2021, 7:24 PM

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો થતાં 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મહાનગરોમાં નાઈટ કર્ફ્યુનો સમય રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કરાયો છે. ગુજરાતના 8 મહાનગરોમાં 25 ડિસેમ્બર, શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે. આ નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરન્ટ્સને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…

આસપાસના શહેરોના સમાચાર

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Web Title : night curfew of main cities in gujarat from 11 to 5 will be applicable from 25th december 2021 amid covid 19
Gujarati News from I Am Gujarat, TIL Network

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *