[ad_1]
સતત બે દિવસની ગેપ-અપ બાદ બુધવારે નિફ્ટી ફ્લેટ ઓપન થયો હતો. 50 સ્ક્રિપનો ઈન્ડેક્સ સમગ્ર દિવસ દરમિયાન વોલેટાઈલ રહ્યો હતો. આ ઈન્ડેક્સ બંને તરફ મૂવ થયો હતો. દિવસના અંતે નિફ્ટી 19 પોઈન્ટ અથવા તો 0.11 ટકા નીચે આવીને 17,213 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સમાં પણ 177 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જોકે, નિફ્ટી સ્મોલકેપ 0.6 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો અને નિફ્ટી મિડકેપ દિવસના અંતમાં ફ્લેટ રહ્યો હતો.
બુધવારે આઈશર મોટર્સ, બજાજ મોટર્સ અને સન ફાર્મા ટોપ ગેઈનર્સ રહ્યા હતા જ્યારે એસબીઆઈ, કોલ ઈન્ડિયા અને આઈટીસી ટોપ લુઝર્સ રહ્યા હતા. દિવસના અંત ભાગમાં નિફ્ટીમાં ઘટાડો થયો હતો પરંતુ કેટલાક સ્ટોક્સ વિરુદ્ધ દિશામાં હતા.
આ સ્ટોક્સ દિવસના નીચલા સ્તરથી રિકવર થયા હતા અને દિવસના અંતે ઉપરના સ્તરે બંધ થયા હતા. લોઅર લેવલથી થયેલી રિકવરી તે વાતનો સંકેત છે કે તેઓ સ્ટ્રોંગ બાયિંગ ઝોનમાં છે અને આગામી દિવસે પણ તેમાં તેવો જ ટ્રેન્ડ જોવા મળી શકે છે.
દિવસના નીચલા સ્તરેથી રિકવર થયેલા સ્ટોક્સ આ પ્રમાણે છેઃ અજંતા ફાર્મા, પ્રેસ્ટિજ, સીનજેન ઈન્ટરનેશનલ લિમિટેડ.
આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝીન.
Disclaimer: ઉપરોક્ત આર્ટિકલ TIL દ્વારા DSIJ વતી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં આપેલી કોઈપણ વિગતો સાથે TIL જવાબદાર નથી. માહિતી પરવિશ્વાસ કરતા પહેલા તેની યોગ્ય રીતે ખરાઈ કરી લેવા વિનંતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
[ad_2]
Source link