[ad_1]
હાઈલાઈટ્સ:
- ઓલટાઈમ હાઈથી 10 ટકા જેટલું ઘટ્યું ભારતીય શેરબજાર, હજુ કેટલો ઘટાડો શક્ય
- ફુગાવો વધતા મધ્યસ્થ બેંકો મની ફ્લોને ઓછો કરવાના પ્રયાસમાં, ઘટી શકે લિક્વિડિટી
- બેંક નિફ્ટીમાં જોરદાર કડાકો, મહિનામાં ઈન્ડસિન્ડ બેંકનો શેર 15 ટકા તૂટ્યો
સોમવારે માર્કેટમાં બોલાયેલા કડાકાથી શરુઆતની 15 મિનિટમાં જ રોકાણકારોના 5.5 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હતા. 18 ઓક્ટોબરથી અત્યારસુધીના સમયગાળા પર નજર નાખીએ તો શેરબજારમાં થયેલા ઘટાડાથી રોકાણકારોની સંપત્તિનું મૂલ્ય પણ 21 લાખ કરોડ રુપિયા ઘટ્યું છે. બીજી તરફ, આવનારા દિવસોમાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી સતત ચાલુ રહેવાથી બજારમાં સુધારો જોવા મળવો મુશ્કેલ હોવાનું એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે, પરંતુ આ સમય સામાન્ય રોકાણકારો માટે પોર્ટફોલિયો બનાવવા માટે શ્રેષ્ઠ હોવાનો પણ તેમનો મત છે.
ઈકોનોમિક રિસર્ચ એન્ડ એડવાઈઝરીના સ્થાપક જી. ચોક્કલિંગમના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2022થી બજારમાં રિકવરી જોવા મળી શકે, અને આગામી વર્ષમાં બજાર 10-15 ટકા જેટલું રિટર્ન આપી શકે છે. તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોન વેરિયંટ એટલો ઘાતક પુરવાર નથી થયો અને તેની અસર હેઠળ જડબેસલાક લોકડાઉનની શક્યતા પણ ઓછી છે. ફેડ રેટ્સ પણ તેમણે જણાવ્યું હતું કે, 2015-2018ના સમયગાળામાં ફેડે રેટ 0થી વધારી 2 ટકા કર્યો ત્યારે માર્કેટ વધ્યું હતું. ગ્લોબલ ઈક્વિટીમાં શોર્ટ ટર્મ રિસ્ક હાઈ છે. પરંતુ જો ઓમિક્રોન પર વેક્સિન અસર ના કરે અને તેના લીધે હોસ્પિટલાઈઝેશન તેમજ મૃત્યુનો આંક વધે તો શક્ય છે કે માર્કેટ વધુ 10 ટકા જેટલું ઘટે. આગામી બે સપ્તાહમાં આ બાબતને લઈને ઘણી સ્પષ્ટતા આવી જશે.
માર્કેટ એક્સપર્ટ સંદીપ સભરવાલના જણાવ્યા અનુસાર, નજીકના સમયમાં FIIનું સેલિંગ ચાલુ રહી શકે છે. વળી, ફુગાવો કાબૂમાં લેવા માર્કેટમાંથી કેશ ફ્લો ઘટાડવા માટે પણ બેંકો સક્રિય બની રહી છે. તેવામાં બજારમાં મંદી અપેક્ષિત છે. ચાર્ટવ્યૂઈન્ડિયા.ઈનના મઝહર મોહમ્મદના જણાવ્યા અનુસાર, નિફ્ટી 50 ડિસેમ્બરમાં જ પોતાની 200 દિવસની EMA પર પહોંચી શકે છે, જે 16,250 છે. બેંક નિફ્ટી 200 EMA પર પહોંચી પણ ગઈ છે. નિફ્ટી 50ના સૌથી ખરાબ પર્ફોમર્સની વાત કરીએ તો ઈન્ડસિન્ડ બેંકનો શેર મહિનામાં 15 ટકા ઘટ્યો છે. કોટક મહિન્દ્રા 14 જ્યારે SBI 11 ટકા ઘટ્યા છે.
[ad_2]
Source link
Leave a Reply