new cases of coronavirus: કોરોના: ગુજરાતમાં નવા 60 કેસ, 1નું મોત થતાં કુલ મૃત્યુઆંક 10101 પર પહોંચ્યો – new cases of coronavirus in gujarat in last 24 hours

[ad_1]

હાઈલાઈટ્સ:

  • રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે.
  • ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817745 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
  • જ્યારે એક્ટિવ કેસો 581 છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 576 દર્દીઓ સ્ટેબલ છે.

અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 60 કેસ નોંધાયા છે અને બીજી બાજુ 58 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10,101 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 2,40,943 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.71 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 817745 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એક્ટિવ કેસો 581 છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 576 દર્દીઓ સ્ટેબલ છે.

q7


છેલ્લા 24 કલાકમાં રાજકોટ અને વડોદરા કોર્પોરેશનમાં 12-12, અમદાવાદ કોર્પોરેશનમાં 8, કચ્છમાં 7, સુરત કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 3-3, વડોદરા (જિલ્લો) અને વલસાડમાં 2-2, ભરૂચ-ભાવનગર કોર્પોરેશન-જુનાગઢ-મહેસાણા-પોરબંદર-રાજકોટ (જિલ્લા)માં 1 કેસ નોંધાયો છે.

q6

મહેસાણામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો કેસ નોંધાતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા હવે પાંચ પર પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈની મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શંકાસ્પદ નમૂનાની તપાસ ઓમિક્રોન વેરિયન્ટની તપાસ માટે મોકલાયા હતા. જેમાં ઓમિક્રોનની પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. બીજી તરફ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ પોઝિટિવ મહિલા ગયા અઠવાડિયે એક બેસણામાં પોતાની સાસુ સાથે ગઈ હતી અને ત્યાં ઝિમ્બાવવેથી આવેલા ત્રણ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.
અમદાવાદમાં મહિલા પોલીસકર્મીએ ટુંકાવ્યું જીવન, પતિ-પુત્ર લગ્નમાં ગયા હતા
આરોગ્ય તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઝિમ્બાવવેથી આવેલા આ ત્રણેય વ્યક્તિઓના ક્વોરેન્ટાઈન દરમિયાન 3-3 વાર ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તમામ નેગેટિવ આવ્યા હતા. જો કે, આ ત્રણેય વ્યક્તિઓ જે બેસણામાં ઉપસ્થિત હતા એમાં આવેલી મહિલાનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેનાથી તંત્ર દ્વારા મહિલાના સંપર્કમાં આવેલા અન્ય લોકોને શોધવા મથી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા સાથે અન્ય બે લોકોની તબિયત લથડતા એમના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે બે દિવસ પહેલા પોઝિટિવ આવતા તેમના પણ નમૂના ઓમિક્રોનની તપાસ માટે મોકલાયા હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. શુક્રવારે ભારતમાં ઓમિક્રોનના વધુ કેસ નોંધાયા હતા અને હાલમાં દેશમાં 11 રાજ્યોમાં કુલ 101 કેસ નોંધાયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *