nawab malik: નવાબ મલિકે લગાવ્યો વધુ એક આરોપ, બે લોકો મારા ઘરની રેકી કરી રહ્યા છે – nawab malik claims that two persons doing recce of his home and school

[ad_1]

હાઈલાઈટ્સ:

  • નવાબ મલિકે ટ્વીટ કરીને સનસનીખેજ આરોપ લગાવ્યો
  • બે વ્યક્તિઓ તેમના ઘર અને શાળાની રેકી કરતાં હોવાનો આરોપ
  • નવાબ મલિકે વ્યક્તિઓના ફોટા શેર કરીને આપી માહિતી

આર્યન ખાનના કેસ બાદ નવાબ મલિક સતત સમીર વાનખેડે સામે આરોપ કરી રહ્યા છે. પણ હવે એનસીપી નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે સનસનીખેજ દાવો કર્યો છે. નવાબ મલિકે કહ્યું છે કે, બે લોકો કેટલાય સમયથી તેમના ઘરની રેકી કરી રહ્યા છે. નવાબ મલિકે ટ્વિટર પર રેકી કરનાર શખ્સોના ફોટો પણ શેર કર્યાં છે.

ટ્વીટ કરીને રેકી કરનાર વ્યક્તિઓના ફોટો શેર કર્યાં

ટ્વિટર પર પોસ્ટ કરતાં નવાબ મલિકે કહ્યું કે, આ લોકો આ ગાડીમાં સવાર છેલ્લા ઘણા દિવસોથી મારા ઘર અને સ્કૂલની રેકી કરી રહ્યા છે. જો કોઈ આ લોકોને ઓળખે છે તો તેની જાણકારી મને આપો. જે લોકો તસવીરમાં છે, મારું તેમનું કહેવું છે કે, તમને મારી કોઈ જાણકારી જોઈએ છે તો મને આવીને મળો, હું તમને તમામ જાણકારીઓ આપીશ.

પોલીસમાં ફરિયાદ કરશે તેવું નવાબ મલિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું

ટ્વિટર પર નવાબ મલિક દ્વારા શેર કરવામાં આવેલી કારની નંબર પ્લેટ પણ જોવા મળી રહી છે. આ કારનો રજિસ્ટ્રેશન નંબર MH47-AG466 છે. આ ઉપરાંત અન્ય એક તસવીરમાં બે લોકો જોવા મળી રહ્યા છે. એક મીડિયા સાથેની વાતચીતમાં નવાબ મલિકે જણાવ્યું છે કે, આ વ્યક્તિઓ સામે તેઓ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવશે.
ભાગેડુ જાહેર કરાયેલા મુંબઈના પૂર્વ CP પરમબીર સિંઘ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયા
મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવાબ મલિકને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, જ્યારથી આર્યન ખાન કેસ બાદ નવાબ મલિક દ્વારા એનસીબી ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને ભાજપ વિરુદ્ધ સનસનીખેજ આરોપ લગાવવામાં આવી રહ્યા છે, ત્યારથી તેઓ સતત ચર્ચામાં રહી રહ્યા છે. આ ઉપરાંત ગત મહિલને તેમની ઓફિસ ઉપર ધમકીભર્યાં કોલ પણ આવતાં હતા. જે બાદ મહારાષ્ટ્રની અઘાડી સરકાર દ્વારા તેમને વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અને હવે નવાબ મલિક દ્વારા રેકીના આરોપ બાદ આ મામલે હવે તેઓ આગામી સમયમાં વધુ એક મોટો ઘટસ્ફોટ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *